ગૃહ મંત્રાલયે આ શરતો સાથે આજથી દુકાનો ખોલવાની પરવાનગી આપી

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2020, શનિવાર 

કોરોના વાયરસના સંકટથી બચવા માટે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જાહેર કરતા આજથી દેશભરમાં દુકાનોને કેટલીક શરતો સાથે ખોલવાની પરવાનગી આપી દીધી છે. દુકાનોમાં માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. જો કે, શૉપિંગ કૉમ્પ્લેક્ક્ષ અને મૉલને ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી. 

કઇ દુકાનો ખુલશે? 

- દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે દુકાનો શૉપ્સ એન્ડ ઇસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટર્ડ છે તે જ આજથી શરૂ કરી શકાશે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર કેન્દ્ર સરકારે નગર નિગમો અને નગરપાલિકાની હદમાં આવતા રહેણાંક વિસ્તારની દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે.

- નગરનિગમ અને નગર પાલિકાઓની સીમા બહાર આવેલ રજિસ્ટર્ડ માર્કેટ પણ આજથી ખોલી શકાશે. જો કે દુકાનમાં માત્ર 50 ટકા કર્મચારી જ કામ કરી શકશે. દરેક માટે માસ્ક ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિગ પણ જાળવવું પડશે. 

- ગૃહમંત્રાલયના આદેશ અનુસાર નૉન હૉટસ્પોટ વિસ્તારમાં આજથી સલૂન અને બ્યૂટી પાર્લર પણ ખોલી શકાશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. 

- ગ્રામીણ અને અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ દુકાનો ગૃહ મંત્રાલયની શરતો સાથે ખોલી શકાશે. 

આ સેવાઓ પર રહેશે પ્રતિબંધ

- નગરનિગમો અને નગર પાલિકાની સીમા બહાર મલ્ટીબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડના મોલમાં દુકાનો ખોલી શકાશે નહીં. 

- સિનેમા હૉલ, મૉલ, શોપિંગ કૉમ્પ્લેક્ક્ષ, જિમ, સ્પૉર્ટસ કૉમ્પ્લેક્ક્ષ, સ્વિમંગ પૂલ, એન્ટરટેન્મેન્ટ પાર્ક, બાર, એસેમ્બ્લી હૉલ અને ઑડિટોરિયમ બંધ રહેશે.

આ શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે

- માત્ર 50 ટકા સ્ટાફ જ કામ કરી શકશે. 

- દરેક કામ કરતા લોકોનું માસ્ક પહેરવું ફરજિયાત છે. 

- દરેક જણે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે.

- કોરોના હોટસ્પૉટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં દુકાનો ખોલી શકાશે નહીં.  

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો