કિમ જોગ ગંભીર બીમાર હોવાના અહેવાલો બોગસઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન, તા.24 એપ્રિલ 2020, શુક્રવાર

ઉત્તર કોરીયાના તાનાશાહ શાસક કિમ જોંગ ગંભર રીતે બીમાર હોવાના અહેવાલોને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દીધા છે.

ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, આ ખબર પ્રસારિત કરનાર ચેનલે જુના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે.મને લાગે છે કે, આ એક બોગસ ન્યૂઝ છે.

જોકે ટ્ર્મ્પે કિમ જોંગના સ્વાસ્થ્ય અંગે તેમને પોતાને સીધી કોઈ જાણકારી મળી છે કે કેમ તેના પર કશું કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, સોમવારે એવા અહેવાલ આવ્યા હતા કે, સર્જરી બાદ કિમની હાલત ગંભીર છે અને એવી પણ અટકળો થઈ રહી હતી કે, તે બ્રેન ડેઈડ છે.કિમ તાજેતરમાં તેમના દાદાના જન્મ દિવસની ઉજવણીમાં પણ સામેલ થયા નહોતા.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન