ગુજરાતમાં ઓછા ટેસ્ટ મામલે જયંતિ રવિનો ખુલાસો, સંક્રમણ રોકવું અઘરૂ હજુ કેસ વધશે


અમદાવાદ, તા. 25 એપ્રિલ 2020 શનિવાર

ગુજરાતમાં સરકારી અને ખાનગી લેબોરેટરીઓ સહિત કુલ -21 લેબોરેટરી  કાર્યરત છે. જ્યાં પ્રતિદિવસ 3000 જેટલા RTPCR કોરોના ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને આ ક્ષમતા પ્રમાણે ગુજરાત અસરકારક રીતે કોરોના ટેસ્ટ કરી રહ્યું છે.

શુક્રવાર સાંજે પૂરા થતાં 24 કલાક દરમિયાન ગુજરાતમાં કુલ 3028 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું. એટલું જ નહીં રાજ્યભરમાં અસરકારક રીતે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટિબોડી ટેસ્ટમાં પણ ગુજરાતે ખૂબ સારી કામગીરી કરી છે.

શુક્રવાર સાંજ સુધીમાં ગુજરાતમાં 3280 રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરાયા

ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસનું સંક્રમણ અભૂતપૂર્વ છે. માનવજાતિએ અગાઉ ક્યારેય પણ નહીં કલ્પેલા કે નહીં અનુભવેલા કોરોના વાઈરસે આજે  વિશ્વના 210 દેશોમાં વ્યાપ વિસ્તાર્યો છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાએ  પગપેસારો કર્યો છે.

ગુજરાતના 30 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે, આમ છતાં મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીના દિશા નિર્દેશો અને સમગ્ર વહીવટી તંત્રને મળી રહેલા તેમના માર્ગદર્શનથી અસરકારક પગલાં અને લૉકડાઉનના કડક અમલને પરિણામે આજે પણ ગુજરાતના જુનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ નથી પહોંચી શક્યું. 

એનો અર્થ એ નથી કે આ જિલ્લાઓને આપણે કોરોનાથી હંમેશને માટે મુક્ત રાખી શકીશું પરંતુ આવા અસરકારક પગલાને પરિણામે આપણે ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પાડી શક્યા છીએ અને એનો વ્યાપ વધવાની ક્ષમતા પણ નિયંત્રિત કરી શક્યા છીએ.

10 લાખ નાગરિકોએ 2701 ટેસ્ટ કરાયા

કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા લેબોરેટરીની ક્ષમતા પ્રમાણે પરીક્ષણો અસરકારક રીતે થઈ રહ્યા છે  અને લેબોરેટરી ટેસ્ટના પરિણામો તરત જ આપી શકાય તે રીતે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.  રાજ્યમાં આવી બાબતોને ગંભીરતાથી લઈને સેમ્પલ લીધા પછી ટૂંક સમયમાં જ તેનું પરિણામ આપી શકાય એ પધ્ધતિએ  સેમ્પલીંગ અને ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

અન્ય દેશો અને ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત કોરોના ટેસ્ટમાં ક્યાંય પાછળ નથી. ગુજરાતની જે  એવરેજ છે તેમાં પણ ગુજરાત અન્ય રાજયોની બરોબરીમાં છે. ટેસ્ટ પર મિલિયન એટલે કે પ્રતિ 10 લાખ નાગરિકોએ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરેરાશ 2701 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની સરેરાશ જોઇએ તો પ્રતિ 10 લાખે ગુજરાતમાં 721 ટેસ્ટ થયા છે. ભારતની આ સરેરાશ 392 ટેસ્ટની છે એમ ડૉ. રવિ એ ઉમેર્યું હતું.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો