છઠ પૂજાની તૈયારી કરો મા, દિલ્હીમાં આપનો દિકરો બેઠો છે: બિહારની મહિલાઓને PM મોદીનું સંબોધન
નવી દિલ્હી, તા. 01 નવેમ્બર 2020 રવિવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ પર્વની ચર્ચા કરતા બિહારની મહિલાઓને સંબોધન કર્યુ. પીએમે કહ્યુ કે દુનિયામાં આજે કોઈ એવુ નથી, જેને કોરોનાએ પ્રભાવિત ના કર્યો હોય, જેનુ આ મહામારીએ નુકસાન કર્યુ ના હોય. પીએમ મોદીએ કહ્યુ ભાજપ માટે એનડીએ માટે આપનો પ્રેમ કેટલાક લોકોને સારો લાગી રહ્યો નથી. તેમની હતાશા-નિરાશા, તેમની અકળામણ, તેમનો ગુસ્સો હવે બિહારની જનતા બરાબર જોઈ રહી છે. જેની નજર હંમેશા ગરીબના પૈસા પર હોય, તેમને ક્યારેય ગરીબનું દુ:ખ, તેમની તકલીફ જોવા મળી નથી. ભાજપના નેતૃત્વમાં, એનડીએ અને અમારૂ ગઠબંધન દેશના ગરીબના જીવનમાંથી, બિહારના ગરીબના જીવનમાંથી મુશ્કેલી ઓછી કરી રહ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પહેલા તબક્કામાં લોકોએ ભારે મતદાન કર્યુ છે. પહેલા તબક્કાના મતદાનનું જે વિશ્લેષણ કરવામાં આવ્યુ છે તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે નીતીશ કુમારના નેતૃત્વમાં NDAની સરકાર બીજીવાર બની રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં ચારેતરફ થઈ રહેલા વિકાસની વચ્ચે, આપ તમામને તે તાકાતથી પણ સાવધાન રહેવાનું છે, જે આપને રાજકીય સ્વાર્થ માટે દેશહિત વિરૂદ્ધ જવાથી પણ અચકાતા નથી. તે એ ...