કેશુભાઇ પટેલ: ગુજરાતના એ નેતા, જે બે વાર મુખ્યમંત્રી બન્યા છતાં કાર્યકાળ પૂરો ના કરી શક્યા
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2020, ગુરુવાર
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે અવસાન થયું છે. કેશુભાઇ પટેલને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શ્વાસની તકલીફ બાદ ગુરુવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે ગત સપ્ટેમ્બર માસમાં કેશુભાઈ પટેલ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
ગુજરાતમાં જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી એક કેશુભાઇ પટેલ તે લોકોમાંથી હતા, જેમણે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને ઉભી કરી હતી. 1995માં તેમના જ નેતૃત્વમાં ભાજપે પહેલીવાર પોતાની સરકાર બનાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા. પરંતુ ખરાબ સ્વાસ્થ્યના પગલે સક્રિય રાજકારણમાં તેમની ભૂમિકા ઓછી થતી ગઇ.
ભાજપ સાથે તેમના સંબંધો ક્યારેક સુધરતા તો ક્યારેક વણસી જતા. પહેલીવાર મુખ્યમંત્રી બન્યાના સાત મહિના બાદ જ તેમણે શંકરસિંહ વાઘેલા સાથે વિવાદના પગલે રાજીનામુ આપવુ પડ્યું હતુ. પછીથી 1998માં તેઓ ફરીથી મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા પરંતુ 2001માં તેમણે પદ છોડી દીધું. માનવામાં આવ્યું કે ભ્રષ્ટાચાર અને ભૂજમાં આવેલા ભૂકંપ દરમિયાન ગેરવહીવટના પગલે તેમણે રાજીનામુ આપવુ પડ્યુ.
તે બાદથી સતત પાર્ટી સાથે તેમના સંબંધોમાં કડવાશ આવતી રહી. 2002માં તેઓ ચૂંટણી ન લડ્યા અને 2007માં કોંગ્રેસને બિનહરિફ તરીકે સમર્થન કર્યુ. 2012માં આખરે તેમણે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યુ અને અલગ પાર્ટી બનાવી. પરંતુ 2014માં તેમણે ફરીથી ભાજપના હાથ પકડ્યો.
Comments
Post a Comment