ફ્રાન્સના ચર્ચમાં 'અલ્લાહુ અકબર'ના નારા સાથે આતંકીનો ચાકુથી હુમલો, ત્રણની હત્યા


હત્યાકાંડ થયાના કલાકો પછી રસ્તામાં ગન લઈને લોકોને ધમકાવતા શંકાસ્પદ શખ્સને પોલીસે ઠાર કર્યો 

પેરિસ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

ફ્રાન્સના નીસ શહેરના ચર્ચમાં એક મહિલા સહિત ત્રણની છરીથી હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીએ મહિલાનું માથું આઈએસના આતંકવાદીઓ કરે એમ ધડથી અલગ કરી દીધું હતું. અલ્લાહૂ અકબરના નારા લગાવતા આતંકવાદીને પોલીસે પકડી લીધો હતો. એ ઘટના પછી મોન્ટફવેટના રસ્તામાં ગન લઈને ફરતા અન્ય એક શંકાસ્પદ શખ્સને ઠાર કરી દેવાયો હતો. એ શખ્સ પણ અલ્લાહૂ અકબરના નારા લગાવતો હતો.

ફ્રાન્સના નીસ શહેરમાં આતંકવાદીએ ત્રણ લોકોની હત્યા કરી નાખી હતી. ચર્ચામાં આતંકવાદી ઘૂસી ગયો હતો અને છરીથી મહિલાનું માથું અલગ કરી દીધું હતું. એ પછી ચર્ચની બહાર બે લોકોની હત્યા કરી નાખી હતી. હત્યારો તુરંત ઝડપાઈ ગયો હતો. જોકે આ હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું. હત્યારાએ એકલાએ આ હત્યાને અંજામ આપ્યો હતો. તે કોઈ આતંકવાદી સંગઠનમાં જોડાયેલો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.

નીસ શહેરના મેયરે આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવીને તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. આ ઘટના પાછળ ક્યુ કારણ જવાબદાર હતું તે જાણવા મળ્યું ન હતું. થોડા દિવસ પહેલાં ક્લાસમાં મોહમ્મદ પયગમ્બરનું કાર્ટૂન બતાવનારા ઈતિહાસના  શિક્ષકની હત્યા થઈ હતી. એ ઘટના પછી આ ઘટના બની હોવાથી તેની સાથે કંઈક સંબંધ હોવાની શક્યતા છે.

આ ઘટના પછી ફ્રાન્સની સરકારે તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી હતી. એ બેઠકમાં ઉપરા ઉપરી બનેલી આતંકવાદી ઘટનાઓ અંગે ચર્ચા થઈ હતી અને આવી ઘટનાઓને જડબાતોડ જવાબ આપવાનો એક્શન પ્લાન તૈયાર થયો હતો.

નીસ શહેરના ચર્ચમાં હત્યાકાંડ બન્યો તેના કલાકો પછી મોન્ટફ્વેટમાં એક આતંકવાદીને ઠાર કરાયો હતો. આ આતંકવાદી અલ્લાહૂ અકબરના નારા લગાવીને ગન લઈને રસ્તામાંથી પસાર થતાં લોકોને ધમકાવતો હતો. પોલીસે ઘટના સૃથળે આવીને તેને પકડવાની કોશિશ કરી હતી. જવાબમાં તેણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. એ પછી પોલીસે એન્કાઉન્ટરમાં તેને ઠાર કર્યો હતો.

'અલ્લાહુ અકબર'ના સૂત્રોચ્ચાર સાથે સાઉદીના જેદ્દાહ સ્થિત ફ્રાન્સ એમ્બેસી પર હુમલો

જેદ્દાહ, તા. 29

સાઉદી અરેબિયામાં ફ્રાન્સની એમ્બેસીમાં એક આતંકવાદી છરી લઈને ઘૂસી આવ્યો હતો. જેદ્દાહ સિૃથત ફ્રાન્સના દૂતાવાસના ગાર્ડ સાથે આતંકવાદી ઝપાઝપી કરી રહ્યો હતો. એ વખતે જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. અલ્લાહૂ અકબરના નારા લગાવતો આ શખ્સ ગાર્ડની નજીક આવ્યો હતો અને છરીથી ગાર્ડને ઈજા પહોંચાડી હતી. ફ્રાન્સના દૂતાવાસે આ ઘટનાની નોંધ લઈને તેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ટ્વીટરમાં પણ ફ્રાન્સના રાજદૂતે કહ્યું હતું કે ડિપ્લોમેટ પર હુમલો કરવાનું કૃત્ય ખૂબ જ ગંભીર છે. આવી ઘટનાઓ અટકશે નહીં તો તેની લાંબાંગાળાની અસર થશે. ઉલ્લેખનીય છે કે ચાર્લી હેબ્દોના સંદર્ભમાં ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને ઈસ્લામ પર નિવેદન આપ્યું હતું. એ પછી મુસ્લિમ રાષ્ટ્રોમાં તેમનો વિરોધ શરૂ થયો હતો. 

'ફ્રાન્સના લોકોને મારવાનો મુસ્લિમોને અધિકાર' મલેશિયાના પૂર્વ પીએમના નિવેદનથી વિવાદ

કુઆલાલમ્પુર, તા. 29

ફ્રાન્સના પ્રમુખે અભિવ્યક્તિ અને કળાના સ્વાતંત્ર્યની હિમાયત કરીને મોહમ્મદ પૈગમ્બર સાહેબના ડ્રોઈંગનું સમર્થન કર્યું એ પછી મુસ્લિમ દેશોના નેતાઓએ ફ્રાન્સની ટીકા શરૂ કરી છે. મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતીર મહોમ્મદે તો આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. મહાતીર મોહમ્મદે કહ્યું હતું કે ફ્રાન્સના લોકોને મારવાનો મુસ્લિમોને અિધકાર છે. માત્ર ફ્રાન્સને જ નહીં, પણ પશ્વિમના દેશોની મલેશિયાના પૂર્વ વડાપ્રધાને ટીકા કરી હતી અને બેબાક નિવેદનો આપ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મહાતીરે ફ્રાન્સમાં થયેલી હત્યાઓને યોગ્ય ઠેરવી હતી. મહાતીરે ટ્વિટરમાં ફ્રાન્સના પ્રમુખને અસભ્ય ગણાવ્યા હતા. મહાતીરે કહ્યું કે ફ્રાન્સે ઈતિહાસમાં અસંખ્ય મુસ્લિમોની હત્યા કરી હતી, હવે મુસ્લિમોને પણ ફ્રાન્સના લોકોની હત્યા કરવાનો હક છે એવું કહીને મહાતીરે વિવાદ સર્જ્યો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો