ભારત અને અમેરિકા વચ્ચેનની દોસ્તી દુનિયા માટે પણ મહત્વનીઃ બંને દેશના વિદેશ અને રક્ષા મંત્રી વચ્ચે બેઠક
નવી દિલ્હી, તા.27 ઓક્ટોબર 2020, મંગળવાર
ભારત અને અમેરિકા વચ્ચે ઐતહાસિક BECA(BASI EDCHANGE AND COOPERATION AGREEMENT)કરાર થયા છે.મંગળવારે બંને દેશના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી વચ્ચે વાતચીત થઈ હતી.જે પછી બંને દેશ તરફથી સહિયારુ નિવેદન બહાર પાડવામાં આવ્યુ છે.જેમાં BECA કરાર પર સંમતિ થઈ હોવાનુ પણ કહેવાયુ છે.
બંને દેશના મંત્રીઓએ ચીનને પણ આકરો સંદેશ આપ્યો હતો.રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકાની દોસ્તી સતત મજબૂત થઈ છે.2+2 બેઠકમાં પણ બંને દેશો વચ્ચે કોરોના સંકટ પછીની સ્થિતિ, દુનિયાના હાલના સંજોગો, સુરક્ષા એમ ઘણા મુદ્દે વાત થઈ છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે કહ્યુ હતુ કે, હાલની સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચેની દોસ્તી એશિયા માટે જ નહી પણ દુનિયા માટે પણ બહુ મહત્વની છે.ચીન તરફથી દુનિયાને ખતરો વધી રહયો છે ત્યારે મોટા દેશોએ સાથે આવવુ પડશે.ભારત-જાપાન અને અમેરિકા સાથે મળીને સૈન્ય ઓપરેશન કરશે અને યુધ્ધાભ્યાસ પણ કરશે.ડિફેન્સ ઈન્ફર્મેશન શેરિંગમાં પણ બંને દેશો એક બીજાની નજીક આવી રહ્યા છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકા નવી આશા સાથે આગળ વધી રહ્યા છે.પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાનીમાં ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વધારે ગાઢ બની છે.આજે સવારે મેં ભારતીય સેનાના શહીદોને અંજલી આપી છે.જેમાં ગલવાન ખીણમાં શહીદ થયેલા 20 જવાનો પણ સામેલ છે.
પોમ્પિયોએ કહ્યુ હતુ કે, ચીન દ્વારા ફેલાવાયેલા કોરોના વાયરસની અસર દુનિયા પર દેખાઈ રહી છે.ચીન દુનિયાને ડરાવવા માટે પ્રત્યનો કરી રહ્યુ છે , ભારત અને અમેરિકા ચીન સામે જ નહી પણ બીજા પડકારો સામે પણ લડવા તૈયાર છે.યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતની સ્થાયી સીટનુ અમેરિકા સમર્થન કરે છે.
ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યુ હતુ કે, આજની વાતચીત બતાવે છે કે, બંને દેશોની દુનિયામાં કેટલી અસર છે.ભારત અને અમેરિકા વચ્ચે ઈકોનોમી, ડિફેન્સ, ઈન્ફર્મેશન શેરિંગ પર વાત થઈ છે.
Comments
Post a Comment