કમલનાથ કોંગ્રેસને ગુંચવી રહ્યા છે રાહુલ ગાંધીને પણ ગાંઠતા નથી..

- નજરકેદમાંથી છૂટયાના ચાર મહિના પછી અચાનક ફારૂકને 370 મી કલમ યાદ આવી તે પણ એક પ્રશ્ન છે..


કમલનાથ કોંગી મેાવડીમંડળનું મોટું માથું કહી શકાય. મધ્ય પ્રદેશમાં સત્તા ગુમાવ્યા પછી તે ભૂરાંટા થયેલા છે. તે પોતાના પક્ષના કાર્યકરોને તો ઠીક પણ પોતાના પક્ષના મોવડીમંડળને પણ ગાંઠતા નથી. મધ્યપ્રદેશ સરકારના એક મહિલા  પ્રધાનનને આઇટમ ગર્લ તરીકે સંબોધીને કમલનાથે વિવાદ ઉભો કર્યો હતો. રાહુલ ગાંધી સહિતના લોકો તેમને સખણા રહેવાનું કહી ચૂક્યા છે પરંતુ કમલનાથના હાથમાં માઇક આવે એેટલે તે સટાસટી શરૂ કરી દે છે. પરંતુ આ વખતે તેમને રાહુલ ગાંધી સહિતના કોંગી નેતાઓએ ગમે તેમ ના બોલવાની સલાહ આપી છે. કેટલાકે તેમને માફી માંગવાનું કહ્યું છે પરંતુ તે બ્લન્ટ બની ગયા છે. કમલનાથ હાજર જવાબી રાજકારણી છે. ભાજપ પાસે મફતમાં આવેલો મુદ્દો છે પરંતુ તે તેને કેટલો એનકેશ કરી શકે છે તે જોવાનું રહ્યું..

 બિહારમાં તેજસ્વીની  લાલુ સ્ટાઇલ..

બિહારના ચૂંટણી જંગમાં નિતીશ કુમાર કરતાં તેજસ્વી યાદવની જાહેરસભામાં વધુ ભીડ એકઠી થાય છે. તેજસ્વીએ જાહેર સભા સંબોધવાની પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવની સ્ટાઇલ અપનાવી હતી. નિતીશ કુમાર મુખ્ય પ્રધાન તરીકે સોબર છે જ્યારે લાલુ પુત્રને આ વખતે સત્તા નહીં મળેતો કાયમ માટે રાજકારણમાંથી  ફેંકાઈ જશે. બિહારના લોકોના મનમાં હજુ લાલુ જીવે છે. આ માણસે બિહારને જંગલરાજ બનાવી દીધું હતું. પોતાના પિતા જેલમાં હોવાનું પણ તેમને ગૌરવ હોય એમ લાગે છે. લાલુ પ્રસાદ સ્વાતંત્ર્ય સેનાની નથી પણ ભષ્ટાચારી છે. જો કે રાજકારણમાં ભ્રષ્ટાચારીઓની જ બોલબાલા હોય છે 

સાયલન્ટ  માયાવતી..

બહુજન સમાજવાદી પક્ષના સર્વે સર્વા એવા માયાવતી આજકાલ મૌન ધારણ કરીને બેઠા છે. તેમની વ્યૂહ રચના ફ્લોપ જઇ રહી છે. પોતે જે દલિત વોટબેંક પર બેસીને આગળ આવ્યા તે દલિત વોટ બેંક તેમના હાથમાંથી સરકી ગઇ છે. હવે તો દરેક રાજકીય પક્ષો દલિત વોટ બેંકને ખેંચવામા શૂરા સાબિત થઇ ચૂક્યા છે. માયાવતીએ છેલ્લે ઉત્તર પ્રદેશમાં શિક્ષણનો મુદ્દો હાથમાં લીધો હતો પરંતુ તેમના પક્ષના કાર્યકરેાનો કોઇ પ્રતિભાવ નહોતો મળ્યો. હાથરસ કાંડ વખતે તેમણે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ દશ વર્ષ પહેલાંનો માયાવતીનો વિરોધ હેડલાઇન બનીને ચમકતો તો હતો અને હવે તેમની નોંધ પણ નથી લેવાતી. કહે છે કે માયાવતી ઉત્તરપ્રદેશની આગામી વિધાનસભા લડવા સજ્જ થઇ રહ્યા છે.

મમતા બેનરજી કોઇને ગાંઠતા નથી

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન પોતાના રાજ્યના લોકોની સુખાકારી અંગે સતત વ્યસ્ત રહે છે. તેમના અને કેન્દ્ર વચ્ચેના સંબંધો વચ્ચે રહેલો ખટરાગ દરેકની નજરમાં આવી ગયો છે. તે નથી તે રાજ્યના રાજ્યપાલને ગાંઠતા કે નથી તો ગૃહપ્રધાન અમિત શાહને ગાંઠતા. મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ વચ્ચે વારંવાર ડખા થાય છે. કોણ જાણે કેમ પણ મમતાને કોઇ સાથે બનતું નથી. તેમને મળવા જનારા પહેલાં પૂછે છે કે દીદીનો મૂડ કેવો છે? તે કોઇ સાથે ચૂંટણી જોડાણ માટે તૈયાર નથી હોતા. કોઇ  પક્ષ તેમની સાથે ચૂંટણી અંગે કે આગામી કોઇ વ્યૂહ રચના અંગે  પણ ચર્ચા કરવા તૈયાર નથી.ડાબેરી પક્ષોને જોઇને તે મોં બગાડે છે અને કોંગ્રેસને જોઇને મોં મચકોડે છે જ્યારે ભાજપ સામે જોવા પણ તે તૈયાર નથી. કહે છે કે મમતાએ વડાપ્રધાન બનવાનું સપનું તોડી નાખ્યું છે હવે તે માત્ર પોતાનો ગઢ સાચવીને બેસી રહેવા માંગે છે.

ફારૂક અબ્દુલ્લા શહેનશાહ રોડ પર

કોઇ શહેનશાહને રોડ પર આવી જતો જોવો હોય તો તેનું લેટેસ્ટ ઉદાહરણ ફારૂક અબ્દુલ્લા છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા આજકાલ ૩૭૦મી કલમ દુર કરવા ચીનની મદદની આશા રાખીને બેઠા છે.  નજરકેદમાંથી છૂટયાના ચાર મહિના પછી અચાનક તેમને ૩૭૦ મી કલમ યાદ આવી તે પણ એક પ્રશ્ન છે. રાતોરાત ફારૂક કેમ ચીન-ચીન કરવા લાગ્યા છે? કહે છે કે જ્યારે કાશ્મીરી પંડિતોને મારમારીને ભગાડાયા ત્યારે તેમની મિલ્કતો ફારૂક સહિતના વગદાર લોકોેએ પડાવી લીધી હતી. ત્યારે ફારૂકની સરકારે જે રહે તેની મિલ્કત એવો કાયદો કર્યો હતો. ત્યારે હજારો એકર જમીનો પચાવી પાડી તેના ેકેસો ફરી સપાટી પર આવ્યા છે જેમાં ફારૂક જેલમાં જાય એવી સંભાવના છે એવી ગપસપ ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો