રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું કાર્ડિએક અરેસ્ટના કારણે નિધન
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2020 ગુરૂવાર
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટના કારણે કેશુભાઇનું અવસાન થયુ છે. તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. જે બાદ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો હતો.
તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. 2 ઓક્ટોબર 2001ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહિવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ 2001ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. 2002ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી. વિજય રૂપાણીએ ધારીની સભામા શોક વ્યકત કર્યો. કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતના રાજકારણમાં મોટી ખોટ પડી.
કેશુભાઇ પટેલનો જન્મ 24 જુલાઇ 1928ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી પદ પર રહ્યા હતા.
Comments
Post a Comment