છઠ પૂજાની તૈયારી કરો મા, દિલ્હીમાં આપનો દિકરો બેઠો છે: બિહારની મહિલાઓને PM મોદીનું સંબોધન
નવી દિલ્હી, તા. 01 નવેમ્બર 2020 રવિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ પર્વની ચર્ચા કરતા બિહારની મહિલાઓને સંબોધન કર્યુ. પીએમે કહ્યુ કે દુનિયામાં આજે કોઈ એવુ નથી, જેને કોરોનાએ પ્રભાવિત ના કર્યો હોય, જેનુ આ મહામારીએ નુકસાન કર્યુ ના હોય.
પીએમ મોદીએ કહ્યુ ભાજપ માટે એનડીએ માટે આપનો પ્રેમ કેટલાક લોકોને સારો લાગી રહ્યો નથી. તેમની હતાશા-નિરાશા, તેમની અકળામણ, તેમનો ગુસ્સો હવે બિહારની જનતા બરાબર જોઈ રહી છે. જેની નજર હંમેશા ગરીબના પૈસા પર હોય, તેમને ક્યારેય ગરીબનું દુ:ખ, તેમની તકલીફ જોવા મળી નથી. ભાજપના નેતૃત્વમાં, એનડીએ અને અમારૂ ગઠબંધન દેશના ગરીબના જીવનમાંથી, બિહારના ગરીબના જીવનમાંથી મુશ્કેલી ઓછી કરી રહ્યુ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પહેલા તબક્કામાં લોકોએ ભારે મતદાન કર્યુ છે. પહેલા તબક્કાના મતદાનનું જે વિશ્લેષણ કરવામાં આવ્યુ છે તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે નીતીશ કુમારના નેતૃત્વમાં NDAની સરકાર બીજીવાર બની રહી છે.
પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં ચારેતરફ થઈ રહેલા વિકાસની વચ્ચે, આપ તમામને તે તાકાતથી પણ સાવધાન રહેવાનું છે, જે આપને રાજકીય સ્વાર્થ માટે દેશહિત વિરૂદ્ધ જવાથી પણ અચકાતા નથી. તે એ લોકો છે જે દેશના વીર જવાનોના બલિદાનમાં પણ પોતાનો ફાયદો જોવા લાગે છે. પીએમે કહ્યુ કે 2-3 દિવસ પહેલા પાડોશી દેશે પુલવામા હુમલાની સચ્ચાઈને સ્વીકારી છે. આ સચ્ચાઈએ તે લોકોના ચહેરા પરથી નકાબ હટાવી દીધો, જે હુમલા બાદ અફવાઓ ફેલાવી રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ આરજેડી નેતા રઘુવંશ પ્રસાદ સિંહની ચર્ચા કરી. પીએમે કહ્યુ કે તેઓ એવા નેતા હતા જેમણે હંમેશા સોશ્યલિસ્ટ મુલ્યોને આગળ વધાર્યા, પોતાનુ સમગ્ર જીવન બિહારની સેવામાં સમર્પણ કર્યુ. તેમને કેવી રીતે અપમાનિત કરવામાં આવ્યા. એ સમગ્ર બિહારે જોયુ છે. પીએમએ કહ્યુ કે જે આપને રાજકીય સ્વાર્થ માટે રઘુવંશ બાબુ જેવા કર્મયોગીઓની સાથે આવુ વર્તન કરી શકે છે. તે બિહારના સામાન્ય યુવાઓને તક કેવી રીતે આપી શકશે.
વડા પ્રધાન મોદીએ કહ્યુ કે તેમણે એક વીડિયો જોયો છે, જેમા એક વ્યક્તિ એક વૃદ્ધ મહિલાને પૂછી રહ્યા છે કે PM મોદીને કેમ મત આપીએ. પીએમે કહ્યુ કે આ મહિલાએ જવાબ આપતા કહ્યુ કે વડા પ્રધાન મોદીએ અમને નળ આપ્યા છે. પેન્શન આપ્યુ છે. અનાજ આપ્યુ છે. સુરક્ષા આપી છે. PM મોદીને વોટ નહીં આપીએ તો કોને આપીશુ.
Comments
Post a Comment