Live: વડા પ્રધાન મોદી થોડીવારમાં કેવડિયામાં વોટર એરોડ્રોમનું ઉદ્ઘાટન કરી સી પ્લેનમાં અમદાવાદ આવશે


કેવડિયા, તા. 31 ઓક્ટોબર 2020 શનિવાર

આજથી રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે આજથી સી-પ્લે સર્વિસ શરૂ થઈ રહી છે. ત્યારે સી-પ્લેનને બર્ડ હિટ ન થાય તે માટે રિવરફ્રન્ટની બંને બાજુ 8 જેટલા બર્ડ સ્કેર કેનન ગન્સ રાખવામાં આવી છે. આ ગનથી સી-પ્લેનના ટેકઓફ અને લેન્ડિંગ વખતે પક્ષીઓને ભગાડવામાં આવશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા ગુજરાતમાં સી-પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર સરોવર, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવાશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડતી હોય છે. DGCA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કોમર્શિયલ એરલાઇન્સ ઓપરેટ થવા માગતી હોય તો તેનામાં બે એન્જિન હોવા ફરજીયાત છે.

સી પ્લેન એટલે શું?

કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયના નિર્દેશ અનુસાર દેશના વિવિધ સ્થળે સી પ્લેન શરૃ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાત ઉપરાંત આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને આંદમાન નિકોબારમાં પણ સી પ્લેન શરૂ કરવાનું આયોજન છે.

સામાન્ય રીતે પ્લેનના વિંગ્સ (પાંખ) ફિક્સ હોતા નથી. પરંતુ સી પ્લેન ફિક્સ વિંગ્સ ધરાવે છે, જેથી તે એરોપ્લેન જેવી ઝડપ ઉપરાંત બોટનું પણ સંયોજન ધરાવે છે. ફ્લાઇંગ બોટ અને ફ્લોટપ્લેન એ સી પ્લેનના મુખ્યત્વે બે પ્રકાર છે.

અમદાવાદ-કેવડિયા વચ્ચેના સી પ્લેનની વિશિષ્ટતાઓ

: ટ્વિન ઓટર્સ સી પ્લેનનું વજન 3377 કિલોગ્રામ છે.

: 1419 લીટર ક્ષમતાની બળતણીની ટાંકી ધરાવે છે.

: ઉડાન વખતે 272 કિગ્રા બળતણની ખપત થાય છે.

: મહત્તમ 5670 કિગ્રા વજન સાથે ઉડી શકે છે. સી પ્લેન 51 ફૂટ લાંબુ અને 19 ફૂટ ઊંચું છે.

: સી પ્લેન ડાબી બાજુ 1.27 બાય 1.45 મીટરનો દરવાજો આવેલો છે.

: 19 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે.

: પરંપરાગત પેસેન્જર પ્લેન સંપૂર્ણ કમ્પ્યુર કન્ટ્રોલ સિસ્ટમ ધરાવે છે. સી પ્લેનમાં કમ્પ્યુટર કન્ટ્રોલ્સ હોતા નથી. વળી તે ઓછી ઊંચાઇએ ઉડે છે જ્યાં પાયલટના હાથમાં જ તમામ નિયંત્રણ હોય છે.

: એરોપ્લેન જમીનની સ્થિર સપાટી પર ટેક્ ઓફ્ લેન્ડિંગ કરે છે જ્યારે સી પ્લેનનું ટેક્ ઓફ્-લેન્ડિંગ તરલ અને ગતિ ધરાવતી જળ સપાટી પર થાય છે. જેના કારણે સી પ્લેનની કામગીરી વધુ પડકારજનક હોય છે.

 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો