અનલોક-5ની ગાઇડલાઇનને 30 નવેમ્બર સુધી લંબાવાઇ, કંટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન લાગુ રહેશે

નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર 2020, મંગળવાર

ગયા મહિને લોકડાઉન 5ની ગાઇડલાઇન જાહેર કરી હતી. ત્યારે હવે ગૃહ મંત્રાલયે આ ગાઇડલાઇને નવેમ્બર અંત સુધી લંબાવી દીધી છે. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતિ આપી છે. સાથે જ કંટેનમેન્ટ ઝોનમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે એમએચએ દ્વારા આજે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે, જે પ્રમાણે 30 સપ્ટેમ્બરે જાહેર કરાયેલી ગાઇડલાઇન 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. તો સાથે જ 30 નવેમ્બર સુધી કંટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન પણ લાગુ રહેશે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિર્ણય પ્રમાણે કોઇ પણ વ્યક્તિ કે સામાનને કોઇ પણ રાજ્યમાં અથવા તો એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. ઉપરાંત તેના માટે અલગથી કોઇ પાસની જરુર પણ નથી. 

ઉલ્લેખનીય છે કે ગત 30 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે અનલોક 5 માટેની ગાઇડલાઇન જાહેર કરી હતી. જે પ્રમાણે 15 ઓક્ટોબરથી સિનેમા હોલ, એંટરટેનમેંટ પાર્ક અને સ્વિમિંગ પૂલ ખોલવાની અનુમતિ આપવામાં આવી હતી. જો કે સિનેમા હોલને તો 50 ટકા ક્ષમતા સાથએ ખોલવાની મંજૂરી મળી છે. તો સ્વિંમિંગ પુલ પણ માત્ર ખેલાડીઓ માટે ખુલ્યા છે. તો શાળા અને કોલેજો ખોલવાને લઇને કેન્દ્ર સરકારે રાજ્યોને સ્વતંત્ર નિર્ણય લેવાનું કહ્યું હતું. 

ત્યારે હવે આ જ ગાઇડલાઇન નવેમ્બર મહિનામાં પણ લાગુ રહેશે. હવે છેક 30 નવેમ્બરે સરકાર નવી ગાઇડલાઇન અથવા તો તેની સાથે જોડાયેલો નિર્ણય જાહેર કરશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે