AIIMS ડાયરેક્ટરની ગંભીર ચેતવણી : જરૂરી હોય તો જ બહાર નિકળો અને માસ્ક અવશ્ય પહેરો
નવી દિલ્હી, 10 ઓક્ટોબર 2020 ગુરૂવાર
રાષ્ટ્રિય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમણનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, તેને જોતા કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા તેજ થઇ છે, આ અંગે એમ્સનાં ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
તેમણે કહ્યું કે હજુ તો બીજી લહેર જ ફરીથી સક્રીય બની છે, તેમણે આની પાછળ સાવધાની વર્તવાનો ઉલ્લેખ કર્યો છે, અને કહ્યું કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન સારી રીતે થયું નથી, માસ્ક લગાવવામાં ઢીલાસ વર્તવામાં આવી.
ડોક્ટર ગુલેરિયાએ તેના માટે હવામાનનાં પ્રદુષણને જવાબદાર ઠરાવતા કહ્યું કે પ્રદુષણનાં કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે, પ્રદુષણ અને વાયરસ બંને ફેફસાને નુકસાન કરે છે.
તેમણે કહ્યું કે કોરોના વાયરસ પણ હજુ ખતમ થયો નથી, યુરોપ અને અન્ય દેશોનાં ઉદાહરણ આપતા ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે માસ્ક જરૂર લગાવો, જરૂરી કામો ન હોય તો બહાર ન નિકળો, ડોક્ટર ગુલેરિયાએ ચેતવણી આપતા કહ્યું કે જો આપણે સાવધાની નહીં રાખીએ તો વધુ કેસો બહાર આવશે.
એમ્સનાં ડાયરેક્ટરે કહ્યું કે યુવાનો વાયરસને લઇને બેપરવાહ બન્યા છે, તેમને લાગે છે માઇલ્ડ ઇન્ફેક્સન હોય તેમને કશું કરવાની જરૂર નથી, આ ધારણાને ખોટી ગણાવતા ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે યુવાનો વાયરસને ઘરે લઇ જાય છે અને યુવાનો તેનાથી પ્રભાવિત થાય છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે આશા છે કે કોરોનાની કેટલીક નવી દવા આવી જશે, જે વાયરસને કંન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે, વેક્સિન આવવાથી કોરોનાનાં કેસ ઓછા થશે.
ફ્લૂ શોટને અંગે તેમણે કહ્યું કે એન્ફ્લૂએન્ઝા અને ફ્લૂ ની વેક્સિન લગાવવાથી કોરોનાનથી બચી શકાશે તે ધારણા ખોટી છે, ઇન્ફ્લુએન્ઝાથી બચવા માટે વેક્સિન અસરકારક છે. કોરોના વાયરસ માટે હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્ક જરૂરી છે.
દિલ્હી અને છઠ પૂજાને લઇને તેમણે કહ્યું કે લોકો સાથે બહું મુલાકાતો ન કરે, તહેવાર ઓછા મનાવે, આ વર્ષે આરોગ્ય જરૂરી છે. જે આગામી વર્ષે પણ મનાવી શકાય છે, એક વખત કોરોનામાંથી સાજા થયેલા લોકો પણ સંક્રમણથી સાજા થઇ શકે છે.
એમ્સનાં ડાયરેક્ટરે કહ્યું કે ઇમ્યુનિટી ઘટવા લાગે છે તો ફરીથી સંક્રમણનું જોખમ છે, કેટલાક લોકોની રોગપ્રતિકારક શક્તિ 3થી4 મહિનામાં ધીરેધીરે ઓછી થવા લાગે છે, એવામાં તે કહેવું અઘરૂ છે કે કોને કેટલા સમય સુધી પ્રોટેક્સન રહેશે.
Comments
Post a Comment