દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવનારાને હવે પાંચ વર્ષની કેદ, 1 કરોડનો દંડ


પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા 20 સભ્યોના પંચની રચના કરાઈ, સુપ્રીમના આદેશથી બનાવાયેલી ઈપીસીએને વિખેરી નંખાઈ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

દિલ્હી-એનસીઆરમાં હવાના પ્રદૂષણમાં વધારો થવાને પગલે કેન્દ્ર સરકારે ગુરૂવારે વટહૂકમ મારફત નવો કાયદો રજૂ કર્યો છે. તેનો તાત્કાલિક અસરથી અમલ શરૂ થશે. આ કાયદા હેઠળ દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ફેલાવવા બદલ હવે પાંચ વર્ષની સજા અને રૂ. 1 કરોડના દંડની જોગવાઈ કરાઈ છે.

કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ગુરૂવારે જાહેર કરાયેલા વટહૂકમ હેઠળ પર્યાવરણ પ્રદૂષણ (નિવારણ અને નિયંત્રણ) તંત્ર (ઈપીસીએ)ને વિખેરી નાંખવામાં આવ્યું છે અને તેના સૃથાને 20 સભ્યોથી વધુનું એક કમિશન બનાવાશે. 

આ વટહૂકમને કદાચ 'કમિશન ફોર એર ક્વૉલિટી મેનેજમેન્ટ ઈન નેશનલ કેપિટલ રિજન એન્ડ એડજોઈનિંગ એરિયા ઓર્ડિનન્સ 2020' નામ અપાશે. આ કાયદો એનસીઆરમાં હવાના પ્રદૂષણને સંબંધ છે ત્યાં સુધી રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ અને આજુબાજુના વિસ્તારોમાં લાગુ પડશે. આ વટહૂકમ પર બુધવારે રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા હતા.

આ વટહૂકમ મુજબ દિલ્હી તથા એનસીઆરની આજુબાજુના પંજાબ, હરિયાણા, રાજસૃથાન અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં પણ આ કાયદો લાગુ પડશે. દિલ્હી અને એનસીઆરમાં આ વિસ્તારોના પ્રદૂષણના સ્રોતથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રદેશમાં હવાની ગુણવત્તા પર વિપરિત અસર થતી હોવાથી આ રાજ્યોના વિસ્તારોને પણ કાયદા હેઠળ આવરી લેવાયા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, આ કાયદાનો કડકાઈથી અમલ કરવા માટે એક કમિશનની રચના કરાશે, જેમાં 20 સભ્યો હશે. કમિશન તરફથી જાહેર કરાયેલા કોઈપણ આદેશ અને નિર્દેશ આૃથવા જોગવાઈઓનો ભંગ દંડનીય ગૂનો હશે અને પાંચ વર્ષ સુધી જેલ આૃથવા એક કરોડ રૂપિયા સુધીનો દંડ આૃથવા બંને સજા થઈ શકે છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આજુબાજુના રાજ્યોમાં વધતું જીવલેણ પ્રદૂષણ અટકાવવા માટે ઉપાયો સૂચવવા રચેલા પંચને એક મહત્વપૂર્ણ પગલું જાહેર કર્યું છે. 

જાવડેકરે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પછી જણાવ્યું કે, આ પંચની રચના મહત્વપૂર્ણ પગલું છે. પંચ પાસે પ્રદૂષણ અટકાવવા વિવિધ પગલાં ઉઠાવવાના પાવર હશે. તેનાથી રાજધાની સહિત આજુબાજુના ક્ષેત્રોમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.

પંચ પાસે હવાની ગુણવત્તાના માપદંડો બનાવવા, પર્યાવરણીય પ્રદૂષકોને દૂર કરવા, કાયદાનો ભંગ કરનારા પરિસરોનું નિરિક્ષણ કરવા, કાયદાનું પાલન ન કરતાં ઉદ્યોગો, એકમો વગેરેને બંધ કરવાનો આદેશ આપવાની શક્તિ હશે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સિૃથતિ સતત ગંભીર બની છે. 

દિલ્હીમાં ગુરૂવારે બપોરે 2 વાગ્યે હવાની ગુણવત્તા માપદંડ (એક્યુઆઈ) 402 નોંધાયો હતો. એક્યુઆઈના 24 કલાકની સરરેાશ બુધવારે 297, મંગળવારે 312, સોમવારે 353, રવિવારે 349, શનિવારે 345 અને શુક્રવારે 366 હતી.

શૂન્યથી 50ની વચ્ચેનો એક્યુઆઈ સારો, 51થી 100 વચ્ચેનો સંતોષજનક, 101થી 200 વચ્ચે મધ્યમ, 201થી 300 સુધી ખરાબ અને 301થી 400 વચ્ચે 'ખૂબ જ ખરાબ' તથા 401થી 500 સુધીને ગંભીર માનવામાં આવે છે.

પ્રદૂષણ અંગેનો કાયદો સમગ્ર દેશ માટે કેમ નહીં ?

નવી દિલ્હી, તા. 29 

છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ખાસ કરીને દિલ્હીમાં હવાના પ્રદૂષણની સમસ્યા વકરી છે. પરિણામે કેન્દ્ર સરકાર ગુરૂવારે વટહૂકમ સાથે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અટકાવતો કાયદો લઈને આગળ આવી છે. કેન્દ્રનો આ નિર્ણય આવકારદાયક હોવા છતાં એક સવાલ ઊભો કરે છે કે હવાના પ્રદૂષણની સમસ્યા દેશના અન્ય રાજ્યોમાં પણ છે ત્યારે આ કાયદાનો અમલ માત્ર દિલ્હી-એનસીઆર પૂરતો મર્યાદિત શા માટે રાખવામાં આવ્યો છે? દિલ્હીમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિત નેતાઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને ટોચના બ્યુરોક્રેટ્સ નિવાસ કરે છે. શું તેથી જ આ કાયદાનો અમલ દિલ્હી-એનસીઆર પૂરતો મર્યાદિત છે? હકીકતમાં હવાના પ્રદૂષણની સમસ્યા મુંબઈ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં છે ત્યારે આ કાયદાનો અમલ સમગ્ર દેશમાં થવો જોઈએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો