બિહાર વિધાનસભા ચૂંટણી: પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ, 1066 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

પટના, તા. 28 ઓક્ટોબર 2020, બુધવાર

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. 71 વિધાનસભા સીટો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન સંપન્ન થયું છે. આ સાથે જ 1066 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે. મતદાન દરમિયાન ક્યાં અનિચ્છનિય ઘટનાની વિગતો સામે આવી નથી. સાંજે 6 વાગ્યા સુધી મળેલા આંકડાઓ પ્રમાણે 53.54% મતદાન થયું.

પહેલાં તબક્કામાં રાજ્યના 16 જિલ્લાની 71 વિધાનસભા બેઠકોમાં મતદાન થયું. ચૂંટણીપંચ અનુસાર પહેલા તબક્કામાં 2.14 કરોડ મતદાતાઓ માટે 31,371 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. પહેલા તબક્કામાં 114 મહિલાઓ સહિત 1066 ઉમેદવારો મેદાને હતા.

ચૂંટણીપંચ પ્રમાણે શરૂઆતમાં ઘણાં મતદાન કેન્દ્રોમાં EVM ખરાબ થવાની સુચનાઓ મળી પરંતુ બાદમાં તેને ઠીક કરી દેવામાં આવી. પાંચ વાગ્યા સુધીમાં મળેલા આંકડાઓ પ્રમાણે સૌથી વધારે મતદાન 55.95% કૈમૂરમાં થયું જ્યારે સૌથી ઓછું મતદાન મુંગેરમાં 43.64% થયું. પહેલા તબક્કાના મતદાનને લઈને દરેક મતદાન કેન્દ્રો પર સુરક્ષાદળોની તૈનાતી કરવામાં આવી હતી.

પહેલા તબક્કાના મતદાનમાં ગયા ટાઉન વિધાનસભા સીટ પર સૌથી વધારે 27 ઉમેદવારો મેદાને છે જ્યારે બાંકા જિલ્લાના કટોરિયા વિધાનસભા સીટ પર સૌથી ઓછા પાંચ ઉમેદવારો મેદાને છે. પહેલા તબક્કાની ચૂંટણીમાં જમુઈથી આંતરરાષ્ટ્રીય શૂટર શ્રેયસી સિંહ ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડી રહી છે. આ સિવાય ગયા ટાઉન પરથી ભાજપના પ્રેમ કુમાન, ઈમામગંજથી બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી મેદાને છે અને તેમની સામે રાજદના નારાયણ ચૌધરી મેદાને છે.

પ્રથમ તબક્કાના મતદાનમાં NDA તરફથી ભાજપના 29, જનતા દળ યૂનાઈટેડના 35, હિંદુસ્તાની અવામ મોર્ચાના 6 અને વિકાસશિલ ઈંસાન પાર્ટીના એક ઉમેદવાર મેદાને છે. જ્યારે મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળના 42, કોંગ્રેસના 21 અને ભાકપા(માલે)ના 8 ઉમેદાવારો મેદાને છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો