બિહારમાં પ્રથમ તબક્કાના મતદાનનો આરંભ: 16 જિલ્લાની 71 બેઠકોનું ભાવિ ઘડાઇ રહ્યું


-ગયા અને શેખુપુરામાં મતદાન શરૂ થવામાં વિલંબ થયો

-મતદાન મથકોની બહાર લાંબી લાંબી કતારો 

પટણા તા.28 ઓક્ટોબર 2020 બુધવાર

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો આજે સવારે શાંતિપૂર્ણ આરંભ થયો હતો. આજે 16 જિલ્લાની 71 બેઠકોનું ભાવિ ઘડાઇ રહ્યું હતું. ઠંડીની લહેર હોવા છતાં મતદાનમથકોની બહાર લાંબી લાંબી કતારો જોવા મળી હતી.

71 બેઠકો માટે કુલ 1066  ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા. આજના મતદાનમાં કુલ બે કરોડ 14 લાખ મતદારો મતદાન કરી રહ્યા છે. આજે શરૂઆતથી ક્યાંક ક્યાંક મતદાન મોડા પડ્યા હતા.મુંગેરના તારાપુર મતદાન વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખોટકાતાં કેટલાક કેન્દ્રો પર મતદાન મોડું શરૂ થયું હતું.  એજ રીતે ગયામાં હાશમી સ્કૂલ મતદાન કેન્દ્રમાં પણ મતદાન મોડું શરૂ થયું હતું. આમ થવાનું કારણ જો કે જાણી શકાયું નહોતું. આ સેન્ટર પર સાડા આઠ પછી મતદાન શરૂ થયું હતું. લખીસરાઇના બહરિયા મતદાન કેન્દ્ર પર પણ મતદાન મોડું શરૂ થયું  હતું.

આ વખતે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે ખરાખરીની લડાઇ છે. છેલ્લાં પંદર વર્ષમાં પહેલીવાર મુખ્ય પ્રધાન નીતિશ કુમાર થોડા અકળાયેલા જણાયા હતા. જો કે ઓપિનિયન પૉલમાં નીતિશ કુમાર અને એનડીએેના પુનરાગમનની આગાહી કરાઇ હતી.

કોરોના કાળ હોવાથી ચહેરા પર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સી્ગના નિયમોનું પાલન કરાયું હતું કોરોના કાળમાં આ એક સૌથી મોટી ચૂંટણી શરૂ થઇ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે