ગુજરાતની રાજનીતિના ભીષ્મ પિતામહ કેશુબાપાપંચમહાભૂતમાં વિલિન, રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2020, ગુરુવાર

ગુજરાતના પૂર્વ મૂખ્ય મંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનો પાર્થિવનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર અપાયું.

ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની નિવાસ સ્થાનેથી તિરંગો લપેટી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ યાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્યા રાજકીય આગેવાનો સાથે લોકો જોડાયા હતા અને અશ્રુભીની આંખે બાપાને વિદાય આપી હતી.

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધનને લઈને રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. તો બીજી તરફ કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યુ હતુ અને કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કેશુબાપાની અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો, રાજકીય નેતાઓ અને અનેક લોકો જોડાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા છે. તો ભાજપ, કોંગ્રેસના નેતાઓ અને પ્રવિણ તોગડિયા પણ હાજર રહ્યા. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા અને કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભાજપને સત્તાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં જેમણે પાયાની ભૂમિકા ભજવી એવા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું છે. કેશુભાઇ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયાક અરેસ્ટને કારણે કેશુભાઇનું નિધન થયું.

કેશુભાઇ પટેલના અથાગ પ્રયાસોથી થકી જ 1995માં ભાજપે ગુજરાતમાં પ્રથમ વખત સત્તા મેળવી. કેશુભાઇ પટેલ બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. આ ઉપરાંત તેઓ 6 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો એક ટર્મ નગરપાલિકાના સભ્ય, બે વખત કેબિનેટ પ્રધાન તેમજ 1-1 ટર્મ માટે લોકસભા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારના લોકો માટે કેશુભાઇએ અનેકવિધ યોજનાઓ શરૂ કરી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો