જંગલરાજના યુવરાજ પાસેથી તમે શું અપેક્ષા રાખશો? તેજસ્વી પર પીએમ મોદીએ કર્યો કટાક્ષ

પટના, તા.28 ઓક્ટોબર 2020, બુધવાર 

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં  આજે પીએમ મોદીએ ફરી એક વખત બિહારમાં ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, બિહારમાં જેમણે સુધારા કર્યા છે અને વિકાસ કર્યા છે તેમને ચૂંટી કાઢવાનો સમય છે.જુનો ટ્રેક રેકોર્ડ જોતા જંગલરાજના યુવરાજ પાસે શું અપેક્ષા રાખી શકાય તે તમે જાણો છે.આ સમય અનુભવી લોકોની પસંદગી કરવાનો છે.માત્ર વાતો કરનારાઓને પસંદ કરવાનો નથી.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, છેલ્લા દોઢ દાયકામાં નિતિશ કુમારની આગેવાનીમાં બિહાર સુશાસન તરફ આગળ વધ્યુ છે.એનડીએ સરકારના પ્રયાસોથી બિહારે અંધકારમાંથી પ્રકાશ તરફ, અવિશ્વાસમાંથી વિશ્વાસ તરફ અને અપહરણ ઈન્ડસ્ટ્રી તરફથી અવસર તરફ પ્રગતિ કરી છે.હવે ફાનસનો અંધકાર દુર થઈ રહ્યો છે.બિહારની આકાંક્ષા એલઈડી બલ્બ અને વીજળી માટેની છે.બિહારમાં પહેલા એક ડોક્ટર મળવો મુશ્કેલ હતો.હવે ઠેર ઠેર મેડિકલ કોલેજ અને એઈમ્સની અપેક્ષા છે.પહેલા લોકો ગામડામાં સારા રસ્તા પણ માંગી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પહેલા અટલજી કહેતા હતા કે, બિહારમાં વીજળી આવે છે ઓછી અને જાય છે વધારે પણ સ્થિતિ હવે બદલાઈ રહી છે.જે પાર્ટીઓએ બિહારને અરાજકતા તરફ ધકેલીદીધુ હતુ તેઓ આજે ફરી તક શોધી રહ્યા છે.જેમના કારણે બિહારના યુવાનોને નોકરી માટે બહાર જવુ પડ્યુ તેમણે પોતાના પરિવારને હજારો કરોડોનો માલિક બનાવી દીધો છે.જે પાર્ટી બિહારના ઉ દ્યોગોને બંધ કરવા બદનામ છે તેઓ આજે બિહારના યુવાઓને નોકરી અને વિકાસના વાયદા આપી રહ્યા છે.સરકારી નોકરી તો બાજુ પર રહી પણ આ લોકો સત્તા પર આવ્યા તો જે કંપનીઓ અહીંયા છે તે પણ ભાગી જશે.

તેમણે કહ્યુ હતુ કે, આ ચૂંટણી નક્કી કરશે કે બિહારનુ ભવિષ્ય કઈ તરફ જશે.ભારતમાં બિહારની ભૂમિકા શું હશે અને આત્મનિર્ભર બિહારનુ લક્ષ્ય કેટલી ઝડપથી પુરુ થશે.એનડીએ સરકાર ગામડાઓને વધારે સુવિધા આપવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.તેનો લાભ બિહારને મળવાનો છે.બિહારના વિકાસને સર્વોપરી રાખનારી સરકારની આજે જરુર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો