બિલાડીના યુરિનની દુર્ગંધથી બચવાના ઉપાયો

..કોલસાના થોડા ટુકડા એક અખબારના કાગળમાં વીંટાળીને ઘરના જે ભાગમાંથી વાસ આવતી હોય ત્યાં મૂકો..યાદ રહેકે ઘરમાં હવા ઉજાસ સારા હોવા જોઇએ. કેટલાક કલાકો બાદ વાસ-દુર્ગંધ જતી રહેશે
જો તેનું લિટર બોક્સ સાફ ના હોય તો તે આખા ઘરને લિટર બોક્સ બનાવી દે છે. એટલે લિટર બોક્સને સાફ કરવું જોઇએ. અહીં દરેક બિલાડી માટે અલગ લિટર બોક્સ અને એક એક્સ્ટ્રા બોક્સ રાખવા જોઇએ
કેટલાક દિવસ પહેલાં મુંબઇથી મને એક વ્યક્તિનો પત્ર મળ્યો હતો કે મારો એક પાડોશી તેના ઘરમાં બિલાડીઓ રાખે છે. આ બિલાડીઓના કારણે આવતી ગંધ બાબતે પત્રમાં ફરિયાદ કરી હતી. પત્રમાંની ફરિયાદ અનુસાર જે બિલાડીઓ રાખતા હતા તે જેન્ટલમેનના ઘેર મેં મારી ટીમના લોકોને મોકલ્યા હતા. અમે એમ માનતા હતા કે તે બિલાડીનો સંગ્રહ કરીને ધંધો કરનાર કોઇ માણસ હશે કે બિલાડીઓને ભૂખે મારનાર કોઇ માનસિક રોગી જેવો માણસ હશે અને આજુબાજુમાં ન્યુસંસ ફેલાવતો હશે. પરંતુ એવું કશુંજ નહોતું.
તે એક દયાળુ અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ માણસ હતો. પત્ર લખીને જાણ કરતી ફરિયાદી મહિલા સહિતના આજુબાજુ વાળા દરેક તેને માનથી જોતા હતા. તે ઇજાગ્રસ્ત કે બિમાર પ્રાણીઓની સારવાર કરતા હતા. તે સાજા ના થાય ત્યાં સુધી તેની સારવાર કરતા હતા. ત્યારબાદ તેમને છોડી દેતા હતા. જો કોઇ પ્રાણી અપંગ હોય તો તેને કોઇ એેડોપ્ટ કરી ના લે ત્યાં સુધી તેને રાખતા હતા. તેમને ત્યાં રખાતી બિલાડીઓ સ્ટરીલાઇઝ કરેલી, સ્વચ્છ અને તંદુરસ્ત હતી. તેમ છતાં ઘરમાંથી આવતી સખત્ત દુર્ગંધ મોટી સમસ્યા બની ગઇ હતી. પત્ર લખનાર ફરિયાદી મહિલાઓ પોતાની ફરિયાદ અંગે માફી માંગી લીધી હતી પણ તે દુર્ગંધના કારણે પરેશાન હતી. તેના માટે દુર્ગંધ અસહ્ય હતી.
બિલાડીઓની સ્મેલ બાબતનો આ મુંબઇથી મળેલો આ ચોથો-પાંચમો કેસ હતો. એક કેસ માં બે બહેનો બિલાડી રાખતી હતી તેના કારણે બાજુમાં રહેતી તેમની મકાન માલિકણ એટલી ગુસ્સે ભરાઇ હતી કે એક રાત્રે જ્યારે બંને બહેનો જોબ પર હતી ત્યારે તે ઘરમાં ઘૂસી જઇને માલસામાન તોડી નાખ્યો હતો અને બિલાડીઓને બહાર ફંગોળી દીધી હતી. આ બિલાડીઓ બિચારી ઘર વિહોણી બની ગઇ હતી. પછી તો મકાન માલિકણે નુકશાન ભરપાઇ કરવું પડયું હતું.
કૂતરાની માફક બિલાડીઓ એક સાથે શિકાર નથી કરતી કે એક સાથે સૂતી નથી હોતી. બિલાડીઓ એક બીજાની દુશ્મન હોય એમ સામસામે ઘૂરક્યા કરે છે અને શક્ય હોય એટલી વાર એકબીજાથી દૂર રહે છે. બે બિલાડીઓ સામસામે બેસીને ક્યારેય કોઇ સમસ્યાનું સમાધાન શોધી શકતી નથી તેમની વચ્ચે કોમ્યુનિકેશનનું કોઇ સાધન હોય તો તે યુરિન છે. તે યુરિન માર્કીંગ કરીને (યુરિન છોડીને) કોમ્યુનિકેટ કરે છે. આવા યુરિન માર્કીંગ વાળા કોમ્યુનિકેશનમાં તેની સેકસ માટેની ઇચ્છા (મેટિંગ)નો પણ સમાવેશ થાય છે. જો તેમના કોમ્યુનિકેશનને સમજવામાં આવે તો જો તેમને હીેાીિીગ (પ્રજનન તંત્રને તોડીનાખવું) કરી નખાય તો પછી કેટ પાસે યુરિન માર્ક કરવા પાછળ કોઇ કારણ નથી રહેતું. પરંતુ જો તે કાઇ કારણોસર હતાશ હોય તે પોતાની હતાશા યુરિન માર્કીંગ મારફતે દર્શાવે છે.
બિલાડી આખા ઘરમાં યુરિન કે સ્ટૂલ ના કરે એટલે એક ખોખામાં તે માટે જગ્યા ઉભી કરવી જોઇએ જેથી તે ત્યાં જઇને ઘરમાં ક્યાંય કોઇ બગાડ ના કરે. કોઇ બગાડ ના કરે. આવા તૈયાર ખોખા પાળેલા પ્રાણીઓ માટેની ચીજો વેચનારની દુકાનમાંથી મળી રહેશે. ઘરના દરેક ભાગમાં એકાદ છાજલી જેવું રાખીને કેટ માટે કાયમી જગ્યા ઉભી કરી શકાય.જો તેનું લીટર બોક્સ સાફ ના હોય તો તે આખા ઘરને લીટર બોક્સ બનાવી દે છે. એટલે લીટર બોક્સને સાફ કરવું જોઇએ. અહીં દરેક બિલાડી માટે અલગ લિટર બોક્સ અને એક એક્સટ્રા બોક્સ રાખવા જોઇએ. બોક્સને કોઇ ખૂણામાં પણ મકવું ના જોઇએ, કેટને એમના લાગવું જોઇએ કે તેને ખૂણામાં રાખીને ફસાવવામાં આવી રહી છે.
૧૦ ટકા કેટ એવી હોય છે કે જે લિટર બોક્સથી દુર રહે છે. કેટલીક વાર બધી એક સાથેજ લિટર બોક્સ વાપરવાનું બંધ કરી દે છે તો કેટલીક યુરિન તેમજ સ્ટૂલ માટે અલગ બોક્સ વાપરે છે. યુરિન તેમજ સ્ટૂલ માટે એકજ બોક્સ તે વાપરતી નથી હોતી. જો કેટને તેનું લિટર બોક્સ આસાનીથી નથી મળતું તો તે ગમે ત્યાં યુરિન કરી નાખે છે. સંશોધન પરથી જણાયું છે કે ડાયાબીટીસ કે કિડનીના રોગવાળી કેટ બહાર યુરિન કે સ્ટૂલ કરી નાખે છે.
કેટલીક વાર નાનું બોક્સ તેને ફાવતું નથી હોતું. બોક્સની દિવાલો તેને વાગતી હોય છે. કે લિટર માટે મોટા બોક્સને પસંદ કરે છે. કેટલીક કેટ બેસવા માટે કાર્પેટ કે બેડ પસંદ કરે છે. તેમને આવી ટેવ ના પડે એટલે બેડ પર રબર મેટ કે, પ્લાસ્ટિક શીટ,ટીન ફોલિન વગેરે પાથરી શકાય. જો તમારી કેટ લિટર બોક્સ પાસે જતા ડરતી હોય તો તે લિટર બોક્સની જગ્યા બદલી નાખો. તેના લિટર બોક્સની બાજુમાં તેને ફૂડ આપવાનું વાસણ ના રાખો કેમ કે કેટ સામાન્ય રીતે જ્યાં યુરિન કરે છે તેની બાજુમાં ક્યારેય ખાવાનું નથી ઇચ્છતી કેટમાં ઉભી થતા સ્ટે્રસની સ્થિતિ દુર કરવા રૂમમાં સ્મેલવાળી ચીજ રાખીને વાતાવરણ સુગંધીત બનાવો.
જો તમારી કેટને ગમે ત્યાં યુરિન કરતા તમે જુઓ તો તેને ઉંચકીને લિટર બોક્સમાં મુકી દો એવું બે ચાર વાર થશે એટલે તે સમજી જશે કે યુરિન લિટર બોક્સમાં કરવાનું છે.આવા તમામ સોલ્યુશન પછી પણ કેટ યુરિન બહાર યુરિન કરતી હોય નીચેના મુદ્દા ધ્યાનમાં રાખો.
૧...યુરિન જ્યાં કર્યું હોય તે ભાગને કોટનના કપડાંથી સાફ કરી નાખો તે ભાગને ઘસો નહીં. જો યુરિન સુકાઇ ગયું હોય તો ઉપર ઠંડુ પાણી રેડીને સાફ કરો. કેટ ફરીવાર આવે તે જગ્યા પર ના આવે એટલે તે જગ્યાને ડિર્ટ્જન્ટ અને એમોનિયાથી સાફ કરવી જોઇએ.
આવા તમામ સોલ્યુશન પછી પણ કેટ બહાર યુરિન કરતી હોય નીચેના મુદ્દા ધ્યાનમાં રાખો.
તેના યુરિનની દુર્ગંધ દુર કરવા નીચે પ્રમાણેના આઇડ્યા અપનાવી શકાય.
..કોલસાના થોડા ટુકડા એક અખબારના કાગળમાં વિંટાળીને ઘરના જે ભાગમાંથી વાસ આવતી હોય ત્યાં મુકો..યાદ રહેકે ઘરમાં હવા ઉજાસ સારા હોવા જોઇએ. કેટલાક કલાકો બાદ વાસ-દુર્ગંધ જતી રહેશે.
.... એનિમલ સ્ટોર્સ અને હેલ્થ સ્ટોર્સમાં નોન ટોક્સિક એર ફ્રેશનર ઉપલબ્ધ હોય છે
.....સ્પાઇડર પ્લાન્ટ જેવા પ્લાન્ટ એમોનિયા શોષી લે છે અને દુર્ગંધ હટાવીને હવાને તાજી બનાવે છે.
...એન્ઝાયમેટિક ક્લીનર્સ મોટાભાગના પેટ-એનિમલ સ્ટોર્સમાં હોય છે. દુર્ગંધ દુર કરવા તે વાપરી શકાય ..
...કેટના માલિકો પોતાના કપડાં ધોતી વખતે જે ભાગ પર કેટના યુરિનના ડાઘા પડયા હોય તેને ઠંડા પાણીમાં બોળીને ડિટર્જન્ટ સાથે અડધો કપ એપલ સાઇડર વિનેગર નાખીને ધૂઓ..
... જો પ્લાન્ટના કૂંડામાં કેટ યુરિન કરે તો તેમાં નારંગીના છોડા નાખશો તો ફરી તો ત્યાં નહીં આવે.
Comments
Post a Comment