રાજ્યમાં કોરોનાની રફ્તાર પડી ધીમી! આજે નોંધાયા 908 કેસ, આજે થયાં કુલ 51,046 કોરોના ટેસ્ટ

અમદાવાદ, તા. 26 ઓક્ટોબર 2020, સોમવાર

દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા રાહત આપનારા તો છે જ પરંતુ સાથે સાથે ડરામણાં પણ છે. ગુજરાતમાં આજે દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા અને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા બંન્ને ત્રણ ડિઝિટમાં આવી ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 908 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1102 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 04 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3693 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 150,650 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,046 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 57,93,788 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,24,602 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,24,385 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 217 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 908 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 164 અને જિલ્લામાં 64 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 160 અને જિલ્લામાં 13 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 71 અને જિલ્લામાં 40 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 48 અને જિલ્લામાં 20 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,677 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 150,650 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3693 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 89.63% છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો