ભારત બીજાની ધરતી પર પણ યુદ્ધ કરવા સક્ષમ : અજિત ડોભાલ

નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર
ભારતીય સૈન્ય દેશની એક ઈંચ જમીન પણ બીજાના હાથમાં નહીં જવા દે તેવો તેમને વિશ્વાસ છે તેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યા પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ ચીનને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ભારત માત્ર તેની જમીન પર જ નહીં, પરંતુ બીજાની ધરતી પર પણ યુદ્ધ કરવા સક્ષમ છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમમાં જણાવ્યું હતું કે, તમે કહી શકો છો કે આપણે ક્યારેય બીજા પર હુમલા કર્યા નથી. આ અંગે અનેક મંતવ્યો છે. જોકે, દેશ સામે જોખમ ઊભું થાય તો આપણે માત્ર આપણી જમીન પર જ નહીં, સરહદોથી બહાર બીજાની જમીન પર પણ યુદ્ધ કરવા સક્ષમ છીએ. કારણ કે દેશને બચાવવો ઘણો મહત્વનું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'તમે જ્યાં ઈચ્છો ત્યાં અમે લડી શકીશું. જ્યાંથી જોખમ આવતું અમને દેખાશે અમે ત્યાં લડીશું. અમે આપણી જમીન પર યુદ્ધ લડી શકીએ છીએ અને બીજાની જમીન પર પણ લડી શકીએ છીએ. જોકે, ભારત માત્ર સ્વાર્થી હિતોના કારણોસર લડતું નથી પરંતુ તે અન્યોના કલ્યાણ માટે લડે છે.'
તેમણે જણાવ્યું હતું કે, દેશ અને રાષ્ટ્ર વચ્ચે ઘણું અંતર છે. દેશ ભૌગોલિક સરહદોથી બંધાયેલો છે, પરંતુ રાષ્ટ્ર એક ભાવનાત્મક બાબત છે, જે આપણા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક તાણે બંધાયેલું છે. આપણા રાષ્ટ્રના સર્જનમાં સંતો અને મહાત્માઓનું મોટું યોગદાન રહ્યું છે.
જોકે, ડોભાલના નિવેદન પછી સરકારે સ્પષ્ટતા કરી હતી કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ચીનના સંદર્ભમાં આ વાત નહોતી કરી. તેમણે કોઈપણ દેશ આૃથવા ચોક્કસ પરિસિૃથતિનું નામ લીધા વિના એક ધાર્મિક કાર્યક્રમમાં આધ્યાત્મિક સંદર્ભમાં આ વાત કરી હતી.
દરમીયાન દેશના જવાનો સાથે દશેરાની ઊજવણી કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ભારત પૂર્વીય લદ્દાખમાં ચીન સાથે સરહદી તંગદિલીનો અંત લાવવા માગે છે, પરંતુ ભારતીય સૈન્ય દેશની એક ઈંચ જમીન પણ બીજા કોઈને નહીં લેવા દે તેનો તેમને વિશ્વાસ છે.
દશેરાના પ્રસંગે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારતીય સૈન્યની 33મી કોર્પ્સના સુકના સિૃથત મુખ્યાલયમાં શસ્ત્રોની પૂજા કર્યા પછી રાજનાથે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત-ચીન સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા પર જે પણ કંઈ થયું તેમાં ભારતીય સૈન્યોની બહાદુરી ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાશે.
Comments
Post a Comment