ભારતને ગંદુ કહેનારા ટ્રમ્પની હરીફ ઉમેદવાર જો બિડને કાઢી ઝાટકણી, આપ્યુ આવુ નિવેદન

વોશિંગ્ટન, તા.25 ઓકટોબર 2020, રવિવાર

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચાર દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર જો બિડેનનો ભારત પ્રેમ વારંવાર બહાર આવી રહ્યુ છે.

કદાચ પહેલી વખત એવુ જોવા મળી રહ્યુ છે કે, અમેરિકાની ચૂંટણીમાં ભારત પણ એક મહત્વનો મુદ્દો બની ગયુ છે.ટ્રમ્પે તાજેતરમાં ભારતને ગંદો દેશ કહ્યુ હતુ.જેના પગલે ભારતમાં તો તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા જ છે પણ પ્રતિસ્પર્ધી ઉમેદવાર જો બિડેને પણ ટ્રમ્પના નિવેદનની ઝાટકણી કાઢી છે.

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના મતદારોને રિઝવવા માટે બિડેને કહ્યુ છે કે, પોતાના મિત્રો માટે આ પ્રકારે વાત કરવી યોગ્ય નથી.તેમણે કહ્યુ હતુ કે, હું અને મારી સાથે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ ભારત સાથેની મિત્રતાનુ ઘણુ સન્માન કરીએ છે.ટ્રમ્પે ભારતને ગંદો દેશ કહ્યો છે પણ મિત્રો માટે આ પ્રકારના શબ્દો વાપરવા જોઈએ નહી.આવા નિવેદનો આપીને ક્લાઈમેટ ચેન્જ સમસ્યાનો સામનો નહીં કરી શકાય.જો હું રાષ્ટ્રપતિ બન્યો તો ભારત સાથેની ભાગદારી વધશે.અમેરિકા અને ભારત આંતકવાદ સામે સાથે મળીને કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે જો બિડન સાથે પ્રમુખપદની ચૂંટણી પહેલાની અંતિમ ડિબેટમાં કહ્યુ હતુ કે, ભારત, ચીન અને રશિયા જેવા દેશોની હવા બહુ ગંદી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન