PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, કેવડિયાથી સી-પ્લેન મારફતે આવશે અમદાવાદ


અમદાવાદ, તા. 31 ઓક્ટોબર 2020 શનિવાર 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે પીએમ મોદી આજે ગુજરાતને મહામૂલી સી-પ્લેનની ભેટ આપશે. કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ આવશે. ત્યારે શહેરમાં પીએમ મોદીની મુલાકાતને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. 

પીએમ મોદીની મુલાકાતને લઇને કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે રાજ્યને સી-પ્લેનની ભેટ આપવા જઇ રહ્યાં છે. 

કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ આવશે. જેને લઇને શહેરના રિવરફ્રન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં બોટમાં પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે પીએમ મોદીની મુલાકાતને લઇને શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. જેમાં બપોર સુધી રિવરફ્રન્ટનો માર્ગ બંધ રહેશે.

પીએમ મોદીની અમદાવાદ મુલાકાતને લઇને જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે તેમાં આરટીઓ સર્કલથી વાડજ સર્કલ સુધી, વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી માર્ગ બંધ રહેશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો