પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી રાજકીય પક્ષો શોકમાં ગરકાવ, PM મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2020, ગુરૂવાર

ગુજરાત રાજ્યના પૂર્વ મુખંયમંત્રી કેશુભાઈ પટેલનું કાર્ડિયાક અરેસ્ટના કારણે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 92 વર્ષની વયે નિધન થયું છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈ પટેલને કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.

કેશુબાપાના નિધન પર PM મોદી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

શ્રી કેશુભાઇ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. એનું લાંબુ જાહેરજીવન લાખો લોકો, ખાસ કરીને ગામડાઓના લોકોના જીવન સુધારણા માટે સમર્પિત હતું. ખેડૂતોના હિતોના રક્ષક તેઓ લોકો સાથે ગજબનો નાતો ધરાવતા હતા.

PM નરેન્દ્ર મોદીએ 3 ટ્વિટ કરીને કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી

गुजरात के पूर्व मुख्यमंत्री केशुभाई पटेल जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ। उनका लम्बा सार्वजनिक जीवन गुजरात की जनता की सेवा में समर्पित रहा। केशुभाई के निधन से गुजरात की राजनीति में ऐसी रिक्तता आयी है जिसका भरना आसान नहीं है। उनके परिजनों के प्रति संवेदना व्यक्त करता हूँ।



ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ દુ:ખ વ્યક્ત કર્યું

ગુજરાતમાં ભાજપનાં પ્રથમ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા આદરણીય શ્રી કેશુભાઇ પટેલનાં દુ:ખદ નિધનથી અત્યંત વ્યથિત છું. પક્ષનું હિત એમના માટે હંમેશા સર્વોપરિ રહ્યું હતું.

જીતુ વાઘાણીએ પણ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા શ્રી કેશુભાઈ પટેલ (બાપા)ના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. ગુજરાતને તેમના વિદાયની ખોટ સદાય રહેશે. પરમેશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન પ્રદાન કરે અને એમનાં પરિવાર-શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.



ભાજપ પ્રદેશ પ્રવક્તાએ આપી અંજલી

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ CM, જનસંઘ-ભાજપનાં મોભી, સોમનાથ ટ્રસ્ટનાં પ્રમુખ કેશુભાઈ પટેલનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. જનસંઘથી ભાજપનાં વિકાસ માટે અને ગામડાનાં વિકાસ, ખેડૂતહિત, નર્મદા યોજના સાથે ગુજરાતનાં સર્વાગી વિકાસમાં તેમનાં સમર્પિત યોગદાનને જનતા હમેશાં યાદ રાખશે. ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે અને પરીવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. હ્રદયાંજલિ

કેશુભાઈ મારા પિતા સમાનઃ લીલાબેન અંકોલીયા

મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતુ કે કેશુભાઇ મારા પિતા સમાન હતા. કેશુભાઇ પટેલે મને રાજકીય ક્ષેત્રે પ્રવેશ અપાવ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણી ગાંધીનગર આવવા રવાના

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ચૂંટણી પ્રચરમાંથી ગાંધીનગર આવવા રવાના થયા. ગાંધીનગર પહોંચી તેઓ સીધાજ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે. આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટની બેઠક મળશે. સદગત કેશુભાઈના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ પૂર્વ મુખ્ય મંત્રી સ્વ.કેશું ભાઈ પટેલના અવસાન અંગે ઊંડા દુઃખ ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે.

તેમણે સ્વ.કેશુભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટી ને ગુજરાતમાં જન જન સુધી વિસ્તારવામાં આપેલ યોગદાનનું સ્મરણ કરતાં કહ્યું કે કેશુભાઈ અનેક કર્યક્તાઓ માટે અને સમગ્ર પાર્ટી માટે એક વડીલ પિતૃતુલ્ય માર્ગદર્શક રહ્યા  હતા.

કેશુભાઈ ધરાતલ સાથે જોડાયેલા નેતા તરીકે સૌ માટે પ્રેરણા રૂપ રહેશે એમ પણ ભુપેન્દ્રસિંહજીએ સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરતા જણાવ્યું છે.

અર્જુન મોઢવાડીયાએ કર્યું ટ્વિટ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને અમારા તમામના માર્ગદર્શક કેશુભાઈ પટેલનું નિધન થયું છે. તે દુઃખદ છે. કેશુબાપાની વિદાય અમને દિશાહીન કરી દેનારી છે. કેશુભાઈના પરિવાર અને ગુજરાતની જનતાની સાથે મારી સંવેદના વ્યક્ત કરૂં છું અને ઈશ્વર તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે