ચીની ઉત્પાદનો ખરીદવામાં હજુય ભારત નંબર વન


ચીનના વુહાનમાંથી નીકળેલા કોવિડ-૧૯ વાયરસનો ચેેપ વીજળીક ગતિથી આખી દુનિયામાં ફેલાયો અને તેનો સામનો કરવા માટેની કોઈ દવા કે રસી ન હોવાથી ગભરાયેલી દુનિયાએ લોકડાઉનનો ઉતાવળિયો સહારો લીધો. લોકડાઉનની સાર્વત્રિક અસરોથી અજાણ દુનિયા માટે તો બકરું કાઢતા ઊંટ પેેઠું તેવો ઘાટ થયો અને વાયરસ તો દૂર ન થયો પણ અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ગઈ. બજેટના આંકડા કડડભૂસ થઈ ગયા અને આરોગ્યની સાથેે સાથે આર્થિક સ્તરેે પણ ભયાનક માહોલ સર્જાયો.

જીવન જરુરિયાતની ચીજોને એક તરફ મૂકવામાં આવે તો તેે સિવાયના લગભગ તમામ ઉત્પાદનોની ડિમાન્ડમાં ઘટાડો થઈ ગયો. કોરોનાએ એકાંતવાસની દુનિયાને સાથોસાથ ઓનલાઈન વર્ચ્યુઅલ યુગમાં ધરાર પ્રવેશ આપ્યો અને બજારમાં સ્માર્ટ ફોનના વેચાણમાં જબરજસ્ત વધારો થઈ ગયો. 

કોરોનાએ એક સમયે વૈભવી ઉપકરણ ગણાતા સ્માર્ટ ફોનને જીવન નિર્વાહની અનિવાર્ય ચીજોમાં સ્થાન અપાવી દીધું. માર્કેટ રિસર્ચ કરતી કંંપની કૈૈનાલિસના એક અહેવાલ અનુસાર ભારતમાં જુલાઈથી લઈનેે સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન સ્માર્ટફોનના વેચાણમાં આઠ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા સમયગાળામાં અંદાંજેે પાંચ કરોડ જેટલા નવા સ્માર્ટ ફોનનું વેચાણ થયું હતુ. ભારતમાં કોઈ એક ત્રિમાસિક સ્માર્ટ ફોન વેચાણના આંકડામાં આ રેકોર્ડ વેચાણ મોખરે છે.

ચીન સાથેના તનાવ અને અન્ય વ્યાપારી કારણોસર ચીની બનાવટના સ્માર્ટ ફોનના વેચાણમાં ઘટાડો થશેે તેેમ માનવામાં આવતું હતું, પણ વાસ્તવિકતા ધારણાથી સાવ જુદી જ છેે. દશેરાને દિવસે વડાપ્રધાને સ્થાનિક કે ભારતીય ઉત્પાદનો ખરીદવાની પુનરપિ જે વિનંતી કરી તેનો પડઘો પ્રજાના અભિવર્તનોમાંથી અદ્યાપિ પ્રાપ્ત નથી. હજુ આજે પણ ચીન ભારતમાંથી કમાયેલા અઢળક નાણાંથી ભારત સાથે લડવાના શસ્ત્રો ખરીદે છે. ભારતીય પ્રજા હજુ પણ ચીની ઉત્પાદનો ખરીદવામાં મોખરે છે. 

વેેચાણના આંકડાઓ દર્શાવે છે કે ચીનની સાથેેના તનાવની કોઈ અસર તેમની ધરતી પર તૈયાર થયેલા સ્માર્ટ ફોનની ખરીદી કરનારા ભારતીય ગ્રાહકો પર પડી નથી. તેમણે તો પોતાના બજેટ, જરુરિયાત અને અન્ય કારણોને પ્રાધાન્ય આપતાં મોબાઈલની ખરીદી કરી હતી. સ્માર્ટફોનના બજારમાં તમામ ચીની કંપનીઓની ભાગીદારી આશરે ૭૬ ટકા જેટલી રહી હતી. આ સિવાય બજાર માટે સર્વે કરીને આંકડા એકઠા કરતી કંપની ટેકઆર્કે તો તેના અન્ય એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આગામી બે મહિનામાં સ્માર્ટ ફોનના વેચાણમાં ૩૬ ટકા જેટલો અધધ વધારો થશે. 

અહીં એ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે સંપૂર્ણ લોકડાઉન લાગુ થવાથી શરૂઆતના કેટલાક સમય સુધી તો સ્માર્ટ ફોનના વેચાણને પણ ફટકો પડયો હતો. જૂનના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટ ફોનના વેચાણમાં વીસ ટકા જેેટલો ઘટાડો થશે, કારણ કે ડિમાન્ડમાં જબરજસ્ત ઘટાડો થતાં તેના પુરવઠાને પણ અસર પડી હતી.

આખા દેશમાં જ્યારે સંપૂર્ણ લોકડાઉન લાગુ હતું, ત્યારે લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હતી અને આવક બંધ થઈ હોવાથી કે ઓછી થઈ હોવાથી લોકો ખર્ચ કરવાનું ટાળતા. વળી, ઓનલાઈન સ્માર્ટ ફોનની ડિલિવરી પણ બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે પણ વેચાણ પર અસર થઈ હતી. દુકાનો પણ બંધ હતી, જેના કારણે સ્માર્ટ ફોન સહિતની મોટાભાગની ઈલેક્ટ્રોનિક ચીજોની ખરીદી પણ શક્ય ન હતી. જો કે હવે આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી થઈ ચૂકી છે.

શિક્ષણ, જરુરિયાતની ચીજોની ખરીદી, બેન્કિંગ વગેરે જેવી તમામ પ્રવૃત્તિઓ ઓનલાઈન થઈ ચૂકી છે, ત્યારે સ્માર્ટ ફોનના વેચાણનો આંક ઉંચો જવા માંડયો છે. સ્માર્ટ ફોનની દુનિયામાં પણ ક્રાંતિ આવી રહી છે, અને હવે સામાન્ય વ્યક્તિ પણ ટેક્નોેસેવી થઈ રહ્યો છે, ત્યારે સ્માર્ટફોન એક પ્લેટફોર્મ સમાન છે. જેમ ઈન્ટરનેટ વિના આધુનિક દુનિયાનું એક પણ ડગલું શક્ય નથી, તેવું  જ સ્માર્ટફોન માટે પણ કહી શકાય.

કોરોનાના પ્રભાવથી વડિલો અને બાળકોને બચાવવા એ તમામની પ્રાથમિકતા છે અને આ જ કારણે શરુઆતમાં જ શિક્ષણ સંસ્થાનોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના અભ્યાસમાં અને શિક્ષણના પ્રવાહમાં અવરોધ ન ઊભો થાય તે માટે ઓનલાઈન અને હાઈટેક વર્ગખંડો રાતોરાત અસ્તિત્વમાં આવી ગયા છે. હવે તેમાં હાજરી પૂરાવવા માટે કોમ્યુટર કે સ્માર્ટફોનની અનિવાર્યતાને કોઈ નકારી શકે તેમ નથી.

બાળકોના અભ્યાસને ભારતીય સંસ્કૃતિમાં સર્વોપરિ પ્રાધાન્યતા પ્રાપ્ત છેે અને આ જ કારણે ટૂંકી અને મધ્યમ આવક ધરાવતા કુંટુંબોએ પોતાની અન્ય જરુરિયાતો અને ખર્ચ પર કાપ મૂકીને પણ તેે નાણાંને સ્માર્ટફોનની પાછળ વાપર્યા છે કે તેમને આ ખર્ચ કરવા માટે બાધ્ય કરવામાં આવ્યા છે, તેમ પણ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 

આ ઉપરાંતના સંયોગો જુઓ તો ઓનલાઈન ખરીદીની બોલબાલા પણ વધી છે. વસ્ત્રો-ઉપકરણોથી માંડીને દવા-શાકભાજી અને કરિયાણાની ખરીદી માટે કોરોના કાળમાં પોતાની જાતને જોખમમાં મૂકવાને બદલે લોકોએ ઓનલાઈન શોપિંગની દુનિયામાં પ્રવેશ મેળવી લીધો છે. જે પણ આધુનિક સંચાર ઉપકરણની વેચાણ વૃદ્ધિના પાયામાં છે. આ બધા સિવાય ઘણા બધા ક્ષેત્રો એવા છેે કેે જેની સેવાઓ લેવા માટે ઈન્ટરનેટ પર આધારિત રહેવું પડે છે અને આ જ કારણે મિની કોમ્પ્યુટર તરીકે ઉપયોગમાં આવતા સ્માર્ટફોનના માર્કેટમાં તેજી આવી છે. 

આમ છતાં સવાલ એ છેે કે મહામારીના વર્તમાનમાં જેે પ્રકારેે દુનિયા ઓનલાઈનની દિવાની થવા માંડી છે તેના કારણે રોજગારના નવા પણ જૂજ અવસરો પેેદા થયા છેે, છતાં બૃહદ પરિપ્રેક્ષ્યમાં તેની ગંંભીર અસર વ્યપાર-ઉદ્યોગ અને રોજગારી પર પડી રહી છે અને પડશે તેમાં કોઈ બે મત નથી. હાલમાં વ્યક્તિગત સમસ્યાઓથી ઘેેરાયેલા નાગરિકો અને ટૂંકાગાળાના ધ્યેયોની સિદ્ધિમાં વ્યસ્ત રાજકારણીઓ કોરોનાની દૂરોગામી અસરોને સમજવામાં ચકરાવે ચડેલા જોવા મળી રહ્યા છે. ત્યારે વર્ચ્યુઅલ દુનિયા ક્યાં અને કેટલે સુધી સાથ આપશે તે તો આવનારો સમય જ કહી શકશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો