તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા, અનેક ઈમારતો થઈ ધ્વસ્ત

નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર 2020, શુક્રવાર

તુર્કી અને ગ્રીસમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા છે. જીયોલોજિકલ સર્વે વિભાગ અનુસાર પશ્ચિમ ઈઝમિર પ્રાંતના કિનારાથી લગભગ 17 કિમી દુર 7.0ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોઈ જાનહાનિની વિગતો હજી સામે આવી નથી. પરંતુ તુર્કીના ઈઝમિર શહેરની જે તસવીરો સામે આવી તેમાં અનેક ઈમારતો ધરાશયી નજર આવી રહી છે.

ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરીમાં તુર્કીના સિવ્રીસમાં ભૂકંપ આવવાથી 30થી વધારે લોકોના મોત થયાં હતા અને 1600થી વધારે લોકો ઘાયલ થયાં હતાં.

ભૂકંપના કારણે અનેક બિલ્ડિંગો અને મકાનોને નુંકસાન પહોંચ્યું છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભૂકંપના આંચકાઓ બાદ સૂનામીનું એલર્ટ જાહેર કરાયું છે. કિનારાના શહેરોમાં દરિયાનું પાણી આવી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઈઝમીરથી 17 કિમી દુર એજિએન સાગરમાં 16 કિમી અંદર હોવાનું જાણવા મળ્યું છે. ઈઝમીર પ્રાંતમાં ઘણી ઈમારતોને નુંકસાન પહોંચ્યું છે. ઈઝમીરમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ભૂકંપના આંચકાઓ તુર્કી, ઈસ્તનબૂલ અને ગ્રીસના એથેંસમાં પણ અનુભવાયા. જોકે અહીં નુંકસાનની કોઈ વિગતો સામે આવી નથી. ગ્રીસના સામોસ આઈલેન્ડ પર આંચકા અનુભવાયા. ત્યાંના લોકો આંચકા અનુભવાથી ઘરની બહાર દોડી આવ્યા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો