IND vs AUS: BCCIએ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ પર જનારી ભારતીય ક્રિકેટ ટીમની કરી ઘોષણા
નવી દિલ્હી, 26 ઓક્ટોબર 2020 સોમવાર
BCCIએ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ પર જનારી ભારતીય ક્રિકેટ ટીમની ઘોષણા કરી છે. પસંદગીકારોએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માટે 32 ખેલાડીઓની પસંદગી કરી છે. પ્રથમ વનડે સિરીઝ પછી ટી -20 સિરીઝ અને ત્યારબાદ ટેસ્ટ સિરીઝ રમવામાં આવશે. ભારત આ પ્રવાસ પર પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સાથે ડે-નાઈટ ટેસ્ટ મેચ પણ રમશે. ભારતનો આ પ્રવાસ આઈપીએલના અંત પછી શરૂ થશે. આ ટૂર પર મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે જઈ રહ્યો નથી. તેમના સ્થાને કે.એલ.રાહુલની ઉપ કપ્તાન તરીકે પસંદગી કરવામાં આવી છે.
ભારતીય ટેસ્ટ ટીમ-વિરાટ કોહલી (કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે (ઉપ કપ્તાન) હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજ.
વનડે ટીમઃ વિરાટ કોહલી કેપ્ટન, શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (ઉપ-કપ્તાન અને વિકેટ કીપર), શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર.
ટી 20 ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (ઉપ-કપ્તાન અને વિકેટકીપર), અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, વરૂણ ચક્રવર્તી.
ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ભારત પ્રથમ બે વન ડે મેચ 27 અને 29 નવેમ્બરનાં રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમશે, ત્યારબાદ છેલ્લી વનડે કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાશે. પ્રથમ ટી 20 પણ કેનબેરામાં અને ત્યારબાદ સિડનીમાં છેલ્લી બે ટી -20 મેચ રમવામાં આવશે.
Comments
Post a Comment