પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત લથડી, કોમામાં સરી પડ્યા

નવી દિલ્હી, તા. 27 ઓગસ્ટ 2020 ગુરૂવાર
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત સતત લથડી રહી છે. વર્તમાન સમયમાં પ્રણવ મુખર્જી કોમામાં જતા રહ્યા છે. તેઓ સતત વેન્ટિલેટર સપોર્ટ પર છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલને મેડિકલ બુલેટીન જારી કરીને કહ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ છેલ્લા 16 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને બ્રેઈન સર્જરી બાદ ગંભીર સ્થિતિમાં છે.
આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં સંક્રમણ થઈ ગયુ છે. જેની સારવાર સતત કરવામાં આવી રહી છે. ત્યાં તેમની કિડનીની સ્થિતિ મંગળવારથી ઠીક નથી. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં સંક્રમણ થઈ ગયુ છે. જેની સારવાર સતત કરવામાં આવી રહી છે. તેમની હાલત હીમોડાયનેમિકલી સ્ટેબલ થઈ ગઈ છે. હીમોડાયનેમિકલી સ્ટેબલ હોવાનો અર્થ એ છે કે દર્દીનું હૃદય સારી રીતે કામ કરી રહ્યુ છે અને શરીરમાં લોહીનો સંચાર સામાન્ય છે.
10 એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રણવ મુખર્જીને
ગયા અઠવાડિયે મુખર્જીના ફેફસામાં સંક્રમણ બાદ તેમની હેલ્થ વધારે ખરાબ થઈ ગઈ હતી. સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની એક ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 10 ઓગસ્ટે બપોરે એક જીવન રક્ષક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમને કોવિડ-19 પરીક્ષણ પોઝિટિવ મેળવવામાં આવ્યા હતા. જે બાદથી જ તેમની સારવારમાં કોઈ સુધાર નથી.
Comments
Post a Comment