સુપ્રીમ કોર્ટના ગળામાં ફસાયેલો ઠળિયો એટલે પ્રશાંત ભૂષણ કેસ

- પ્રજાનો મત  છે કે એવો કડક દાખલો બેસાડવો જોઇએ કે ભવિષ્યમાં કોઇ કોર્ટ સામે એલફેલ બોલતા ડરે


દેશના કોમન મેનના મનમાં એક પ્રશ્ન સળવળ્યા કરે છે કે કોણ છે આ પ્રશાંંત ભૂષણ ? તેને સુપ્રીમ કોર્ટ સ્પેશીયલ ટ્રીટમેન્ટ આપી રહી છે. દેશના બંધારણીય સંસ્થાનોને ગાળો બકતી એક ફોજ ઉભી થઇ છે. સામે છેડે મોદી સરકાર આખો બંધ કરીને તમાશો જોયા કરે છે. મોદી સરકાર સત્તા પર આવ્યા પછી રાજકીય સ્તરે ફેરફાર થયો છે પરંતુ સરકારના અન્ય તંત્રોમાં કોઇ ખાસ ફેરફાર દેખાતો નથી. 

પ્રશાંત ભૂષણના કેસમાં કોર્ટ તેમની પાસે માફી મંગાવવા માગતી હોય એમ લાગે છે જ્યારે પ્રશાંત ભૂષણ પોતે મક્કમ હોય એમ વર્તે છે.એમ લાગી રહ્યું છે કે આખા કેસમાં ફિક્સીંગ થઇ ગયું છે. કોર્ટ મુદત લંબાવ્યા કરે છે. 

ચુકાદો ગમે તે આવે પણ લોકો જાણી ગયા છે કે દેશના કેટલાક લોકો સ્પેશ્યલ સ્ટેટસ ભોગવી રહ્યા છે. પ્રશાંત ભૂષણે અવાર નવાર પોતે બંધારણના નિષ્ણાત હોવાનો દાવો કર્યો છે. આમ આદમી પાર્ટીની સ્થાપના થઇ ત્યારે તે ફાઉન્ડર સભ્યો પૈકીના એક ગણાતા હતા.પરંતુ છાશવારે ઉભા થતા મતભેદોના કારણે તે છૂટા પડી ગયા હતા.

દેશના સિનીયર વકિલો પોતાની જાતને જજ કરતાં પણ બાહોશ માનતા હોય છે. આવા લોકોની એક ટોળકી હોય છે. જેમાં સિનીયર પત્રકારો, નામાંકીત લેખકો, બોલિવુડ સેલિબ્રીટી વગેરે જોડાયેલા રહે છે. દેશમાં કોઇ મુદ્દે સેવા કરવામાં તેમનો કોઇ આર્થિક ફાળો પણ નથી હોતો પરંતુ વિવાદો ઉભા કરવામાં તે અગે્રસર  જોવા મળે છે.

આવી ગેંગ પ્રજાની નજરમાંથી એટલા માટે ઉતરી ગયેલી છે કે અફઝલ ગુરુની વરસી હોય તો તે પણ ઉજવે છે અને અજમલ કસાબની ફાંસી રોકાવા પણ મેદાનમાં આવે છે.

બંધારણીય સત્તાના મહત્વ સાથેજ વિશ્વની સૌથી મોટી લોકશાહી વણાયેલી છે. પરંતુ લોકશાહીને માન આપવાની કળા ટોચના લોકો હજુ  શીખ્યા હોય એમ લાગતું નથી. આપણે ભલે લોકશાહીમાં મુકત શ્વાસ લેતા હોઇએ પણ કેટલાક લોકો રાજાશાહી ઠાઠ છોડતા નથી. સરકાર બદલાઇ પણ એક વર્ગ હજુ પોતાની જાતને અન્ય નાગરિકો કરતાં વિશિષ્ઠ માનીને જીવે છે.

વર્ષોથી ખઇ બદેલા તત્વો પોતાની મનમાની કર્યા કરતા હોય છે. આ લોકો માટે પ્રજાને કોઇ હમદર્દી નથી હોતી પરંતુ આ લોકોની સિન્ડીકેટ હોય છે જે એક બીજાને તેમના કામોમાં આંધળો ટેકો આપ્યા કરે છે. આ એ લોકો છે કે અફઝલ ગુરૂની ફાંસી અટકાવવા રાત્રે બે વાગે સુપ્રીમ કોર્ટના બારણે જઇને ઉભા થઇ જાય છે. દેશ વિરોધી અને બંધારણ વિરોધી વિચારો તેમના મનના બગીચામાં સતત ખીલ્યા કરતા હોય છે. તેમના ગાંડા ઘેલાં વિચારોને આંખો મિંચીને ટેકો આપતો એક વર્ગ પણ હોય છે. 

દેશની સુપ્રિમ કોર્ટને સૌ સન્માનથી જુવે છે. આ સુપ્રીમ કોર્ટના જજ ભ્રષ્ટ છે એમ કોઇ કહી શકે ખરૂં? કેસનો ચુકાદો આપવાના જજ પૈસા લેેતા હોય તેને ભ્રષ્ટાચાર કહે છે. સુપ્રીમ કોર્ટને બદનામ કરવાના ઉદ્દેશથી તેમજ પોતાને કોઇનોય ડર નથી  એમ જણાવી પ્રશાંત ભૂષણ  કહી ચૂક્યા છે કે સપ્રીમ કોર્ટના ૧૯ ભૂતપૂર્વ જજ કરપ્ટ (ભ્રષ્ટ) છે. તેમના આ વાક્ય પર સુપ્રીમ કોર્ટમાં તેમજ કાયદાના વર્તુળમાં ભૂકંપ આવવો જોઇતો હતો પરંતુ એવું કશું થયું નહોતું. કહે છે કે સુપ્રીમ કોર્ટ આ અપમાન એમ કહીને ગળી ગઇ હતી કે આ તે ભૂતપૂર્વ જજ પરના આક્ષેપ છે.

વર્તમાનમાં પ્રશાંત ભૂષણે ટ્વીટ દ્વારા સુપ્રીમ કોર્ટના કરેલા અપમાનનો વિવાદ કોર્ટના ગળામાં ભરાઇ  ગયેલા ઠળીયા સમાન બની ગયો છે. કોર્ટે તેમને માફી માંગી લઇને કેસ પુરો કરવા જણાવ્યું હતું. આ માટે કોર્ટે તેમને મુદત પણ આપી હતી. 

કેટલાક વર્ષ અગાઉ દિલ્હીના એક મેગેઝીને કરપ્ટ જજોની યાદી છાપી હતી. તેના પબ્લીશર અને તંત્રીને કોર્ટમાં બોલાવીને માફી મંગાવાઇ હતી. મેગેઝીનના બીજા અંકો પછી ક્યારેય બહાર પડયા નહોતા. ગયા વર્ષે પાંચ જજોએ જાહેરમાં પોતાના સિનિયરો પર આક્ષેપો કર્યા હતા.

આ રીતે ન્યાય તંત્રમાં ઉપલા સ્તરે થોડું ઉદારમતવાદી વલણ જોવા મળે છે. જેના કારણે પ્રશાંત ભૂષણ જેવા લોકો કોર્ટની કામગીરીની ઠેકડી ઉડાડતા હોય છે.ન્યાયતંત્રના ટોચના લોકો કહે છે કે પ્રશાંત ભૂષણ માફી ના માંગે તો પણ તેમને છોડી દેવા જોઇએ. પરંતુ અન્ય લોકો કહે છે કે આજે પ્રશાંત ભૂષણે અપમાન કર્યું છે તો કાલે કોઇ બીજો અપમાન કરશે. આવા લોકો અનેક છે. સુપ્રીંમ કોર્ટે એવો કડક દાખલો બેસાડવો જોઇએ કે ભવિષ્યમાં કોઇ કોર્ટ સામે ેએલફેલ બોલતા ડરે. હાલમાં તેા કેસ પાછો ઠેલાયો છે. જેને પ્રશાંત ભૂષણની ટેમ્પરરી જીત કહી  શકાય.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો