દેશમાં NEET – JEEના વિવાદ વચ્ચે કર્ણાટકમાં 1 ઓક્ટોબરથી કોલેજ ખોલવાની રાજ્ય સરકારની જાહેરાત


બેંગલોર, તા. 26 ઓગષ્ટ 2020, મંગળવાર

દેશભરમાં અત્યારે NEET – JEE પરીક્ષાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બરમાં યોજાનાર આ પરીક્ષાઓને કોરોનાના કારણે મોકૂફ રાખવાની વિદ્યાર્થીઓ અને વાલો માંગ કરી રહ્યા છે. દેશભરમાં ચાલી રહેલા આ વિરોધ વચ્ચે કર્ણાટક સરકારે કોલેજો ખોલવાની જાહેરાત કરી છે. બુધવારે કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી ડો. અશ્વથ નારાયણે ઘોષણા કરી છે કે આગામી 1 ઓક્ટોબરથી રાજ્યમાં કોલેજો ખોલવામાં આવશે. 

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા મંત્રી એસ સુરેશ કુમારે જણાવ્યું કે આ વર્ષે શૈક્ષણિક સત્રની શરુઆત પહેલી સ્પટેમ્બરથી ઓનલાઇન ક્લાસ મારફતે થશે, પરંતુ ઓફલાઇન ક્લાસ ઓક્ટોબર મહિનાથી શરુ  કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારનો શિક્ષા વિભાગ ઓફલાઇન ક્લાસને લઇને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સની રાહ જોઇ રહ્યો છે. મળતી માહિતિ પ્રમાણે કર્ણાટક સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કઇ રીતે ઓફલાઇન ક્લાસ શરુ થઇ શકે તેની તૈયારીઓ ચાલી રહી છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કઇ રીતે સુરક્ષિત રાખી શકાય તેની તૈયારી પણ ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન