લોકડાઉન દરમિયાન ટાળવામાં આવેલા EMI પર વ્યાજ મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા.26 ઓગષ્ટ 2020, બુધવાર

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનના સંકટ વચ્ચે મોરેટોરિયમ સમય મર્યાદામાં ટાળવામાં આવેલા EMI પર વ્યાજ ન લેવાની માગણી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યું કે સરકાર આરબીઆઈની પાછળ છૂપાઈ શકે નહીં. તેને બેંકોની મરજી પર છોડી શકાય નહીં. સરકારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે.

કેન્દ્ર સરકારને આડે હાથ લેતા કહ્યુ કે, આ સમસ્યા લોકડાઉનના કારણે ઉભી થઇ છે. આ કેવળ રોજગારી પર વિચાર કરવાનો સમય નથી. સરકારે લોકોની દુર્દશાનો પણ વિચાર કરવો જોઇએ. સુપ્રીમ કોર્ટે સરકારને એક અઠવાડિયાની અંદર સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. સરકાર લોકોની તકલીફને બાજુમાં મૂકીને ફક્ત વેપારી દ્રષ્ટિકોણથી વિચારી શકે નહીં.

સુપ્રિમ કોર્ટએ કેન્દ્રને કહ્યુ કે, તમે આ બાબતે તમારો મત કેમ સ્પષ્ટ નથી કર્યો. ડીએમ એક્ટ હેઠળ કેન્દ્રની પાસે સારા પ્રમાણમા વિકલ્પો છે. કેન્દ્રએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે.

કોર્ટે સરકારને જલદી નિર્ણય લઈને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. આ કેસમાં આગામી સુનાવણી એક સપ્ટેમ્બરના રોજ થશે. અરજીકર્તાએ દલીલ કરી કે કેન્દ્ર સરકાર તરફથી સુનાવણીને વારંવાર ટાળવાની માગણી કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ પણ સોગંદનામું પણ દાખલ કરાયું નથી. RBI તરફથી પણ કોઈ જ સોગંદનામું દાખલ કરાયું નથી.

કેન્દ્રએ વ્યાજને માફ કરવાના સંબંધમા જલ્દિ જ પોતાનો મત સ્પષ્ટ કરવો પડશે. સામાન્ય લોકો સાથે જોડાયેલા આ મહત્વના મુદા પર તેઓ ફક્ત RBIને જવાબદાર ઠેરવી શકે નહી. અત્યાર સુધી કેન્દ્ર RBIને જવાબદાર ગણતુ હતુ, જેમણે વ્યાજ પર છુટ આપવાની બાબતે ઉદ્યોગોની ચિંતાને દર્શાવી છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો