Posts

Showing posts from September, 2020

ઉત્તર પ્રદેશ: હાથરસ કાંડ બાદ બલરામપુર ગેંગરેપ પીડિતાના પણ રાત્રે જ કર્યા અંતિમ સંસ્કાર

Image
લખનૌ, તા. 1 ઓક્ટોબર 2020 ગુરૂવાર એસપી દેવરંજન વર્માએ કહ્યું કે, ગૈંસડી બજારમાં બે યુવક પીડિતાની સારવાર કરાવવા માટે ડૉક્ટરને બોલાવીને લાવ્યા હતા. તે બંને યુવકોએ યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું અને તેની હાલત ખરાબ થતાં રિક્ષાથી તેના ઘરે મોકલી દીધી.  એસપીએ કહ્યું કે પીડિતાના ભાઈની ફરિયાદના આધારે કેસ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.  આ દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પીડીતાના મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો જ્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે જ પીડિતાના દેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

Daily Current Affairs Quiz: October 01, 2020

Image
12345 1). What is ‘Ganga Avalokan’, that was seen in news recently? Campaign Museum Commemorative Stamp Channel 2). India announced establishing a ‘Green Strategic Partnership’ with which country? Finland Switzerland Denmark France 3). Bombay Stock Exchange (BSE) partners with which bank, to empower Small and Medium Enterprises? Axis Bank Yes Bank Kotak Mahindra Bank ICICI ..

ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ગેંગરેપ: યુવતીનું મૃત્યુ, હાથરસની નિર્ભયા બાદ બીજો બનાવ

Image
લખનૌ, તા. 1 ઓક્ટોબર 2020 ગુરૂવાર  હાથરસમાં ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો  બનાવ બન્યો છે.  યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિત  જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની ઘટના સામે આવી છે. હાથરસ  ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો બનાવ બન્યો છે. યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિન જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની ઘટના સામે આવી છે.  મળતી માહિતી મુજબ યુવતીને નશીલો પદાર્થ ખવડાવીને હેવાનોએ તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. એટલું જ નહીં હેવાનોએ વિદ્યાર્થીનીની હાલત સાંજે ગંભીર થઈ જતા રિક્ષામાં લાદીને તેના ઘરે મોકલી લીધી. ગણતરીના કલાકો બાદ યુવતીનું મૃત્યુ થઈ ગયું. મામલો બલરામપુરના ગેસડી પોલીસ સ્ટેશનની હદનો છે.  યુવતીના પરિજનોનું કહેવું છે કે 22 વર્ષની યુવતી 29 સપ્ટેમ્બરે સવારે લગભગ 10 વાગે બીકોમમાં એડમિશન  કરાવવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ જ્યારે સાંજે લગભગ 5 વાગે પ...

Amazon Quiz Answers – 1 October, 2020

Image
1.Which object grants the superhero, Green Lantern, his extraordinary powers? A ring 2.The novel, White Tiger, won the Man Booker prize in 2008, and was the debut novel of an Indian-born author. Who wrote it? Arvind Adiga 3.What is the dot that appears over the lowercase letters, ‘i’ and ‘j’, called? Tittle 4.Famous british actress ..

યુપી ગેંગ રેપ મુદ્દે મોદી મોડા મોડા જાગ્યા

Image
નવીદિલ્હી, તા.30 સપ્ટેમ્બર 2020, બુધવાર ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગ રેપનો ભોગ બનેલી ૧૯ વર્ષીય યુવતીના મુદ્દે નરેન્દ્ર મોદી મોડા મોડા જાગ્યા છે આ યુવતી મંગળવારે સફદગજંગ હોસ્પિટલમાં મોતને ભેટી હતી. બુધવારે મોદીએ યોગી આદિત્યનાથ સાથે ચર્ચા કરીને દોષિતો સામે આકરી કાર્યવાહી કરવાની સૂચના આપી. યોગી આદિત્યનાથે પોતે ટ્વિટ કરીને આ માહિતી આપી. યોગી સરકારે આ કેસની તપાસ માટે ત્રણ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરી હોવાની માહિતી પણ યોગીએ આપી. સીટ સાત દિવસમાં રીપોર્ટ આપશે અને આરોપીઓ સામેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે એવી માહિતી પણ યોગીએ આપી. વિશ્લેષકોના મતે, મોદીની સૂચના વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલું ડેમેજ કંટ્રોલ છે. આ ઘટનામાં યોગી જ્ઞાાતિવાદને આધારે વર્ત્યા છે એવા આક્ષેપો પહેલાં જ શરૂ થઈ ગયેલા તેથી મોદીએ બહુ પહેલાં યોગીને સૂચના આપવાની જરૂર હતી. યુવતી પર થયેલા અમાનુષી અત્યાચાર સામે યોગી ચૂપ રહ્યા તેથી એસસીમાં ભારે આક્રોશ છે. આ આક્રોશ ભાજપને નડે નહીં એટલે મોદીએ મેદાનમાં આવવું પડયું છે. શાહે બિહારના ચૂંટણી જંગમાં મોરચો સંભાળ્યો અમિત શાહે છેવટે  બિહા...

નવી રક્ષા ખરીદ નીતિમાં ફેરફારોથી રક્ષાક્ષેત્રનું ચિત્ર સુધરવાની અપેક્ષા

Image
રક્ષા મંત્રાલયે નવી રક્ષા ખરીદ નીતિ જાહેર કરી છે જે અંતર્ગત દેશની રક્ષા કંપનીઓને શક્તિ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી રક્ષા નીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્ય સરંજામ અને શસ્ત્રોના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે નવી રક્ષા ખરીદ નીતિ જાહેર કરી છે. નવી ખરીદ પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે.  હવે હથિયારો અને લશ્કરી સરંજામ લીઝ પર લેવાનો વિકલ્પ ખોલવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ ફાઇટર હેલિકોપ્ટર, મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, નેવી જહાજથી લઇને શસ્ત્ર સરંજામ દેશવિદેશમાંથી કોન્ટ્રાક્ટ પર લેવાનો માર્ગ મોકળો બન્યો છે. નવી રક્ષા ખરીદ નીતિમાં ઓફસેટ નીતિ હટાવી દેવામાં આવી છે. તાજેતરમાં જ કેગના અહેવાલમાં રાફેલ ફાઇટર જેટના સોદામાં ફ્રાન્સની દસૉલ્ટ કંપનીએ ઓફસેટની શરતો પૂરી ન કરી હોવાના મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. કેગના નિવેદન અનુસાર દસૉલ્ટ કંપનીએ ઓફસેટની શરતો પૂરી કરી નથી. કેગએ સરકારની ઓફસેટ નીતિની ટીકા કરતા કહ્યું હતું કે નબળી ઓફસેટ નીતિના કારણે વિદેશી વિક્રેતા શરૂઆતમાં તો મોટા મોટા વાયદા કરે છ...

બકરા સમાજે ગાંધીજીની બકરી નિર્મલાના જીવન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી

Image
બકરાસમાજના ઓફિશ્યલ ફેસબુક પેજ 'બેંએએ બેંએએ'માં પોસ્ટ અપડેટ થઈ : 'મહાત્મા ગાંધીજીનો હેપ્પી બર્થ ડે આવી રહ્યો હોવાથી આપણા સમાજની એક બેઠક મળશે. સ્થળ અને સમયની વિગતો સૌથી છેલ્લે આપવામાં આવી છે. 'ગાંધીજીએ આપણાં સમાજને આપેલું સમ્માન' એવા વિષય પર ચર્ચા થશે. એ પછી ગાંધીજીની બકરી 'નિર્મલા'ને પણ આ કાર્યક્રમમાં અંજલિ આપવામાં આવશે' સોશિયલ મીડિયાના માધ્યમથી બકરાસમાજના સભ્યો સુધી આ પોસ્ટ પહોંચી ગઈ. ગાંધીજયંતીની પૂર્વસંધ્યાએ આખોય બકરાસમાજ નિયત સ્થળે એકઠો થઈ ગયો હતો. નક્કી કરેલા સમયે બેઠક શરૂ થઈ. 'બેંએએએએ બેંએએએએએ'ના અવાજથી બકરાસમાજના બધા જ સભ્યોએ એકબીજાનું અભિવાદન કર્યું. 'આપ સૌની મોટી સંખ્યામાં હાજરી જોઈને આનંદ થયો' બકરાસમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ (કાર્યકારી પ્રમુખ) બાબાલાલ બકરાએ હાજર સભ્યોનું સ્વાગત કર્યું. 'બકરીઓ પણ આટલી મોટી સંખ્યામાં કામ-કાજ મૂકીને આવી છે તે સારી વાત છે. આવા સંમેલનોમાં ભાગ લેવો જ જોઈએ.' સમાજની મહિલાપાંખના સંયોજક બકુલાબેન બકરીએ બકરીઓને સંબોધીને કહ્યું. બાબાલાલ બકરા સમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ બન્યા તે પછી બકરાસમાજે તેમના...

જય શ્રીરામ...બાબરી કેસમાં તમામ આરોપી મુક્ત: ચૂકાદાને પડકારાશે

Image
- હિન્દુ સંગઠનોમાં ખુશાલી: મથુરા અને કાશી માટે દબાણ  વધારાશે: વિરોધ નોંધાવા પણ વિપક્ષો હજુ એક  થતા નથી.. ૬ ડિસેમ્બર ૧૯૯૨ અને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ વચ્ચે ભલે ૨૮ વર્ષનો ગાળો  હોય પણ કાર સેવકોનો જુસ્સામાં કોઇજ ફર્ક પડયો નથી. ૩૦મીએ ચૂકાદો આવતાં પહેલાંજ આ લોકો ગૌરવભેર જેલમાં જવાની વાતો કરવા લાગ્યા હતા. ઉમા ભારતી અને ડો. રામવિલાસ વેદાંતીએ તો ફાંસીની સજા સુધી તૈયાર થઇ ગયા હતા. બુધવારે જ્યારે લાંબી આતુરતા બાદ ચુકાદો આવ્યો ત્યારે બધાને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ચુકાદા બાબતે ચર્ચા ચાલતી હતી અનેક નિષ્ણાતોનું એવું મંતવ્ય હતું કે બાબરી ધ્વંસ એ પ્રીપ્લાનીંગ નહોતું કે નથી તો તેમાં કોઇની હત્યા કરાઈ માટે સજાના કોઇ ચાન્સ દેખાતા નથી. તેમ છતાં કોર્ટના ચુકાદા માટે દરેકે તૈયારી  રાખી હતી.  હાઇ સિક્યોરિટી વગેરે ગોઠવીને એવો મોટો હાઉ ઉભો કરાયો હતો કે બધાને જેલમાં ધકેલી દેવાશે. પંરતુ ચુકાદાએ હિન્દુ સમાજના દરેક માટે મુક્તિના આંનંદનો અહેસાસ કરાવ્યો હતો. જે લોકો કડક ચુકાદાની અપેક્ષા રાખતા હતા તેવા લોકો માટે ખોદ્યો પહાડ નીકલ્યો ઉંદર જેવી સ્થિતિ હતી. રામ મંદિર જમીનની ...

બાપુ ! તમે રામમંદિરમાં બેસીને કેમ જૂઠ્ઠું બોલ્યા ?

Image
- આંતક કી આંધી સે કભીં રૂકેંગે નહીં હમ, હર જુલ્મ કે સામને લડતે રહેંગે હમ, હર તુફાન સે ભી ખૂબ ટકરાયેંગે હમ, હરે મોંજો સે લડકર આગે બઢેંગે હમ. સ્વરાજ્યનું  પ્રભાત હજુ ઊગ્યું નહોતું. એ દિવસોમાં ગાંધીજીનું સ્વાસ્થ્ય જરાય બરાબર નહોતું. એક દિવસ એમણે નિર્ણય કર્યો કે હવાફેર માટે મસૂરી રહેવા જવું. ચોખ્ખી હવા મળે, તો સ્વાસ્થ્ય કંઈક સુધરે. વળી મહાનગરો કરતાં ત્યાં થોડા વધુ આરામ મળી રહેશે. એ સમયે શ્રી મહાવીર ત્યાગી ઉત્તર પ્રદેશની વિધાનસભાના સદસ્ય હતા. ગાંધીજી મસૂરી આવે છે, એ સમાચાર મળતાં જ એમની સઘળી વ્યવસ્થા કરવા માટે પંદર-વીસ સ્વયંસેવકો સાથે ગાંધીજી પાસે આવી પહોંચ્યા. એ દિવસો એવા હતા કે ગાંધીજીની સેવાને સહુ કોઈ જીવનનો ધન્ય પ્રસંગ લેખતા. માટે  સહુ દોડી - દોડીને આવતા. અહીં રોજ સાંજે નિયમ પ્રમાણે ગાંધીજી પ્રાર્થના કરતા. આ સમયે એક મિત્રે ગાંધીજીના કાન ભંભેર્યા કે મહાવીર ત્યાગી સાથે આવેલા સ્વયંસેવકો અહીંના કૂલી-મજૂરોને પ્રાર્થનામાં આવવા દેતા નથી. તેઓ મજૂરોને કહે છે કે તમે ગંદા છો, તમે દૂર રહો, તમારા જેવા ગંદા માનવીથી પવિત્ર પ્રાર્થના થાય કઈ રીતે ? અહીંથી ચાલ્યા જાવ. ગાંધીજીના અંતરમાં ત...

રિઝર્વબેન્કમાં ઘરની ધોરાજી

Image
રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી - જે એમપીસી તરીકે ઓળખાય છે, તેની દર બે મહિને મળનારી બેઠક આ વખતે યોજાઈ જ નહીં. દેશના અર્થતંત્ર સાથે સંકળાયેલી આ ઘટના કોઈ સાધારણ ઘટના નથી. તારીખ ૨૯મી સપ્ટેમ્બરથી શરૂ થનારી આ મિટિંગ ૧ ઓક્ટોબર સુધી ચાલવાની હતી, પણ બેઠકના એક દિવસ પૂૂર્વે જ રિઝર્વ બેન્કે તેને સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી હતી. સત્તાવાર રીતે તો ન તો આરબીઆઇએ કોઈ કારણ આપ્યું, ન એવી જાહેેરાત કરી કે, આ મિટિંગને ક્યાં સુધી સ્થગિતિ કરવામાં આવી છે. આટલી ગોપનીયતા અર્થતંત્રમાં ચિંતાનું મોજું પ્રસરાવે તેવી છે. જ્યારે સત્તાધીશો મૌન થઈ જાય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ અટકળો અને ચર્ચાના બજારને ગરમી મળે છે. બધા જ નિયમો તોડવાની ભાજપને જે ખતરનાક ટેવ પડેલી છે એ દેશને કેવા સંકટ તરફ દોરી જશે એની કલ્પના કરવી આસાન છે પણ આમજનને એની શી તમા હોય? કારણ કે એની અણસમજની તાવડીએ તો દુષ્ટ રાજનેતાઓ પોતાના રોટલા શેકે છે. મોનિટરી પોલિસી કમિટીમાં જે બહારના સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે, તે થઈ શકી ન હોવાથી આ બેઠકને ટાળવામાં આવી છે. કમિટીમાં છ સભ્યો હોય છે, જેમાંથી ત્રણ આરબીઆઇના હોય છે, જ્યારે ઈતર ત્રણ સભ્યો આરબીઆઇ સિવાયના...

આંખે બંધ કર લૂં તો મન મેં ભી તૂં હૈ

Image
એમજીઆરથી લઈ ધનુષ, કમલ હાસનથી માંડી સલમાન સુધીના લીડ હીરોનો અવાજ બન્યા જાવેદ અખ્તરે એસ. પી. બાલાસુબ્રમણ્યમનો એક સરસ કિસ્સો કહેલો, મોહમ્મદ રફીના અવસાન પછી કિશોર કુમાર બોલીવુડમાં ચારેતરફ છવાઈ ગયા હતા. એ સમય ફક્ત એક જ ગાયક એવો હતો જે કિશોર કુમાર સાથે ટક્કર ઝીલી શકે એમ હતો. એ એસ. પી. બાલાસુબ્રમણ્યમ. સાગર ફિલ્મ શૂટ થઈ રહી હતી. ઋષિ કપૂર અને કિશોર કુમાર પર એક ગીત ફિલ્માવવામાં આવેલું, યૂં હીં ગાતે રહો, યૂં હી મુસ્કુરાતે રહો. ઋષિ કપૂરને કિશોર કુમાર અવાજ આપવાના હતા. સવાલ એ ઊભો થયો કે કમલ હાસનને અવાજ કોણ આપશે? આર. ડી. બર્મન મ્યુઝિક આપી રહ્યા હતા. અમને એસ.પી.ની કાબેલિયત પર શક નહોતો, પણ કિશોર કુમાર જેવી મસ્તી પણ આવવી જોઈએને. એસ. પી. એ જ્યારે ગાયું ત્યારે અમારો આ ડર અલોપ થઈ ગયો. બંને ગાયકોએ પોતાનો હિસ્સો અલગ-અલગ રેકોર્ડ કરેલો. એસ. પી.નું રેકોર્ડિંગ સાંભળ્યા બાદ જાવેદ અખ્તરે કિશોર દા પાસે એસ. પી.ના ગાયનના વખાણ કર્યા. કિશોર દા કહે, ચલો દેખતે હૈ. એ ગીત દ્વારા એસ. પી.એ સાબિત કરી દીધું કે તેઓ દરેક મૂડના ગાયક છે, દરેક ભાષાના પણ. ગીત યુટયુબ પર અવેલેબલ છે. સાંભળશો તો તરત જ અંદાજ આવશે કે કિશોરદાની ઉંમર થ...

ITI Vijapur Recruitment for Pravasi Supervisor Instructor Post 2020

Image
Industrial training institute (ITI), Vijapur has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. Read more » from MaruGujarat.in https://ift.tt/3cKxygC

ITI Modasa Recruitment for Pravasi Supervisor Instructor Posts 2020

Image
Industrial training institute (ITI), Modasa has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking MaruGujarat regularly to get the latest updates. Read more » from MaruGujarat.in https://ift.tt/2G3gp64

Municipality Administration Office, Gandhinagar Recruitment for Various Posts 2020

Image
Municipality Administration Office, Gandhinagar  has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » from MaruGujarat.in https://ift.tt/30k7mUS

International Financial Services Centers Authority (IFSCA) Recruitment for Consultant Posts 2020

Image
International Financial Services Centers Authority (IFSCA) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking Maru Gujarat regularly to get the latest updates. Read more » from MaruGujarat.in https://ift.tt/3ifPK2W

આરોપીઓએ તો ઉલટાનુ મસ્જિદ બચાવવાની કોશિશ કરી હતી, બાબરી ધ્વંસ કેસના ચુકાદાના મહત્વના અંશો

Image
લખનૌ, તા.30 સપ્ટેમ્બર 2020, બુધવાર 28 વર્ષ બાદ સીબીઆઈ કોર્ટે બાબરી મસ્જિદ તોડવાના કેસમાં ચુકાદો આપ્યો છે.આ યુકાદાના મહત્વના મુદ્દા નીચે પ્રમાણે છે. આ કેસમાં પૂરાવા સાથે છેડછાડ કરવામાં આવી હતી.ફોટો, વિડિયો, ફોટોકોપીને જે રીતે સાબિત કરવામાં આવી તે સાક્ષી તરીકે સ્વીકાર્ય નથી. માત્ર તસવીરોના આધારે કોઈને દોષી બનાવી શકાય નહી, જેમને આરોપી બનાવાયા છે તેમણે તો ઉલટાનુ બાબરી મસ્જિદ બચાવવાની કોશિશ કરી હતી. ટોળુ અચાનક આવ્યુ હતુ અને ટોળાએ જ માળખુ તોડી પાડ્યુ હતુ. જે 32 લોકોના નામ આરોપી તરીકે છે તેમણે તો ભીડને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટના પૂર્વયોજીત નહોતી, ભીડે અચાનક જ હુમલો કર્યો હતો વીએચપી પ્રમુખ રહી ચુકેલા અશોક સિંઘલ સામે પણ કોઈ પૂરાવો નથી. કોર્ટે 2300 પાનનો ચુકાદો આજે આપ્યો હતો.

મોઘલોએ તોડેલા તમામ મંદિરોનો કબ્જો હિન્દુઓને પાછો આપોઃ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન

Image
લખનૌ, તા.30 સપ્ટેમ્બર 2020, બુધવાર બાબરી મસ્જિદ ધ્વંસના આજે આવેલા ચુકાદા વચ્ચે શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ પીએમ મોદીને એક પત્ર લખીને માંગણી કરી છે કે, પ્લેસ ઓફ વરશિપ એકટ 1991ને ખતમ કરવામાં આવે. તેમણે કહ્યુ છે કે, આ એક્ટ નાબૂદ કરીને મોઘલ કાળમાં હિન્દુઓના જેટલા પણ મંદિરો તોડવામાં આવ્યા છે તે તમામ હિન્દુ સમુદાયને પાછા આપવામાં આવે અને મોઘલ કાળ પહેલાની સ્થિતિ બહાલ કરવામાં આવે.1991માં કોંગ્રેસે પ્લેસ ઓફ વરશિપ એક્ટ 1991 એટલા માટે બનાવ્યો હતો કે, મોઘલોએ ભારતના મંદિરો તોડીને જે પણ મસ્જિદો તેના પર બનાવી છે તે યથાવત રહે અને વિવાદ હંમેશા જીવંત રહે. રિઝવીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, આ કાયદો બનાવવા માટે કોંગ્રેસ સરકાર પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તથા હિન્દુસ્તાનના કટ્ટરવાદી મૌલવીએ ભારે દબાણ કર્યુ હતુ.કોંગ્રેસે કટ્ટરવાદીઓને ખુશ કરવા માટે આ કાયદો બનાવી પણ દીધો હતો.પણ હિન્દુઓને તેમના મંદિરો પાછા આપવા જોઈએ અને સાચો ન્યાય કરવો જોઈએ. આ પત્રમાં રિઝવીએ એવી 9 મસ્જિદોનો ઉલ્લેખ કર્યો છે જે મંદિર તોડીને બનાવવામાં આવી હતી.જેમાં અયોધ્યા ઉપરાંત મથુરાનુ કૃષ્ણ મંદિર, જૌનપુરના અટાલા મંદિર, ગુજરાતનુ ભ...

બાબરી કાંડમાં તમામ આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા કહ્યું, આ ઘટના પૂર્વઆયોજિત નહોતી

Image
- સત્તર વર્ષ કેસ ચાલ્યા પછી આવ્યો ચુકાદો લખનઉ તા.30 સપ્ટેંબર 2020 બુધવાર લખનઉ સ્થિત સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે કહેવાતી બાબરી મસ્જિદ તોડનારા તમામ 32 આરોપીએાને મુક્ત કર્યા હતા. જસ્ટિસ સુરૈન્દ્ર કુમાર યાદવે પોતાની કારકિર્દીના છેલ્લા દિવસે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે આ આખીય ઘટના પૂર્વાયોજિત નહોતી. બધું અચાનક બની ગયું હતું. સુપ્રીમ કોર્ટે જેને વિવાદાસ્પદ બાંધકામ ગણાવ્યું હતું એ કહેવાતી બાબરી મસ્જિદને 1992ના ડિસેંબરની છઠ્ઠીએ તોડી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ઘટના સ્થળે બેથી અઢી લાખ લોકો હાજર હતા. વિદ્વાન જજના કહેવા મુજબ આ ઘટના એટલી અચાનક બની હતી કે કોઇ મોટા ગજાના નેતાનો એના પર કાબુ રહ્યો નહોતો. છેલ્લાં 28 વર્ષથી આ મુદ્દો સળગતો રહ્યો હતો. આ કેસમાં ભાજપના ઘણા મોટા નેતાઓ સંડોવાયા હતા જેમા ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉક્ટર મુરલી મનોહર જોશી, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સાધ્વી ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંઘ, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને ફાયર બ્રાન્ડ આગેવાન વિનય કટિયાર, ...

ભારત કોરોના વાઈરસથી થયેલા મોતનો આંકડો છુપાવી રહ્યુ છે : ડોનાલ્ડ ટ્રમ્પ

Image
વૉશિંગ્ટન, તા. 30 સપ્ટેમ્બર 2020 બુધવાર અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ ઓહાયોના ક્લીવલેન્ડમાં 90 મિનિટ સુધી ચાલી. જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વિરૂદ્ધ મેદાનમાં ઉતરેલા ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બિડેન વચ્ચે ખાસ્સી ચર્ચા થઈ. ટ્રમ્પે કોરોના વાઈરસ મહામારી વિશે આપેલા પોતાના જવાબનો બચાવ કર્યો છે.  ટ્રમ્પે આને ચીનની ભૂલ ગણાવતા કહ્યુ કે તેમને અભૂતપૂર્વ કામ કરવા માટે ગવર્નરોની પ્રશંસા મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે જો બિડેન તેમની જગ્યાએ રાષ્ટ્રપતિ હોત તો અમેરિકામાં કેટલાય વધારે મોત થાત. ટ્રમ્પે કોરોના વાઈરસથી મોતને લઈને ભારત પર પણ આરોપ લગાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને કોરોના વાઈરસ મહામારી માટે ટ્રમ્પની પ્રતિક્રિયાની ટીકા કરી છે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિની પાસે કોઈ યોજના નથી અને તેમણે સંકટને ઓછો કરીને રજૂ કર્યો. તેમણે પોતાના પ્રતિદ્વંદી જો બિડેનના પ્રશ્ન ઉઠાવવા પર ટ્રમ્પે કહ્યુ કે તમે નથી જાણતા કે ભારત, ચીન, અને રશિયામાં કેટલા લોકોના મોત થયા છે. ભારત, ચીન અને રશિયા મ...

હાથરસ ગેંગરેપ કેસઃ વડા પ્રધાન મોદીએ યોગી આદિત્યનાથ સાથે વાત કરી

Image
-ઉત્તર પ્રદેશ સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ રચી -સાત દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ લખનઉ તા.30 સપ્ટેંબર 2020 બુધવાર ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં એક દલિત બાળા પર ગેંગરેપ કર્યા બાદ એની કરોડરજ્જુ તોડી નાખવાના અને એની જીભ કાપી નાખવાના બનાવ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી. તેમણે યોગીને ઉત્તર પ્રદેશમાં વધી રહેલા અપરાધો અંગે સજાગ રહેવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. તેમણે ગેંગરેપનો ભોગ બનેલી યુવતી અંગે પણ બે શબ્દો યોગીને કહ્યા હતા. યોગી આદિત્યનાથે આ કેસની તપાસ કરવા માટે રાજ્ય.પોલીસની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ ટીમને સાત દિવસમાં તપાસ પૂરી કરીને પોતાને રિપોર્ટ આપવાની તાકીદ યોગીએ કરી હતી. ત્રણ સભ્યોની આ ટીમની આગેવાની રાજ્યના ગૃહ સચિવ ભગવાન સ્વરૂપને સોંપવામાં આવી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશ પોલીસના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચંદ્રપ્રકાશ અને પ્રોવિન્શ્યલ આર્મ્ડ ફોર્સની આગ્રા પૂનમને સહભાગી કરાયાં હતાં. દરમિયાન, સમગ્ર ગામવાસીઓના વિરોધ વચ્ચે મંગળવારે મધરાતે રાજ્ય પોલીસે ગેંગરેપનો ભોગ બનેલ...

Tewatia scripts a management story in 31 balls

Results are usually achieved when abilities and roles are matched right and employees are supported when plans do not get off to a good start from The Hindu - Education https://ift.tt/3igdqnI

Check out these Do-It-Yourself kits to learn new crafts at home

These easy-to-use kits on varied fields are both entertaining and educational from The Hindu - Education https://ift.tt/36eCpFI

Daily Current Affairs Quiz: September 30, 2020

Image
12345 1). Which country is to play host to the virtual G20 Leaders’ Summit? United States Japan Saudi Arabia India 2). While launching the Covid- 19 vaccine portal, the Union Health Minister released the100-year timeline history of which institution? AIIMS ICMR NMA CSIR 3). Kulhudhufushi, that was seen in news recently, is located in which ..

ડિઝનીએ લીધો મોટો નિર્ણય, થીમપાર્કના 28000 કર્મચારીઓને કરશે છૂટા

Image
ન્યુયોર્ક, તા. 30 સપ્ટેમ્બર 2020 બુધવાર કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં બેરોજગારીનો કહેર ફેલાઈ ચૂક્યો છે. આ સંકટમાં હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની ડિઝ્નીએ પણ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા 28000 કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના મહામારીનો કહેર લાંબા સમય સુધી ચાલી રહ્યો હોવાના કારણે અમેરિકાના અનેક થીમપાર્કમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.  ડિઝ્ની પાર્કના ચેરમેને કહ્યું કે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયી છે પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ, ઓછા કર્મચારીની સંખ્યામાં કામ કરવું અને મહામારીની અનિશ્ચિતતાના કારણે આ કામ કરવું પડી રહ્યું છે. કંપની પોતાના થીમપાર્કમાંથી 28000 કર્મચારીઓને છૂટા કરશે. કંપનીના જણાવ્યા અનુસાર તે થીમપાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે 28000 કર્મચારીઓને છૂટા કરશે. ફક્ત ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝ્નીના થીમપાર્કમાં મહામારી પહેલાં 1,10,000 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હવે નવી નીતિના આધારે કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. ત્યારબાદ કંપનીમાં 820...

UP: હાથરસમાં મધરાતે પરિવારજનોની ગેરહાજરીમાં પોલીસે કરી નાખ્યા પીડિતાના અંતિમ સંસ્કાર

Image
હાથરસ, તા. 30 સપ્ટેમ્બર 2020 બુધવાર હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેના ગામ પહોંચ્યો. વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ અડધી રાત્રે ભારે પોલીસ ફોર્સ તૈનાતી વચ્ચે લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા. આ દરમિયાન સ્મશાન ઘાટની ચારે બાજુ મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત હતા અને પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  એટલું જ નહીં પોલીસે આ દરમિયાન કેમેરાથી રેકોર્ડિંગ કરવા ઉપર પણ રોક લગાવી રહી હતી. આ બાજુ ગ્રામીણો પણ અડધી રાત્રે આ રીતે ગુપચુપ રીતે કરાયેલા અંતિમ સંસ્કારથી સ્તબ્ધ છે. પીડિતાના પરિજનો ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા પર મક્કમ હતા.  કુટુંબીજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ અગાઉ મંગળવારે રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જ્યાં પીડિતાના પિતા અને પિતરાઈ ભાઈ હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતાં. સાંજે ત્યાં ભીમ આર્મી અને કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી ગયા હતા.

બાબરી વિધ્વંસ કેસ: લગભગ 3 દાયકાની રાહ બાદ 2 હજાર પેજનો આજે ચુકાદો

Image
નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર 2020 બુધવાર  આજે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનો ચૂકાદો આવશે. તમામની નજર આજે ચૂકાદા પર છે. લખનૌની સ્પે CBI કોર્ટ ચૂકાદો સંભળાવશે. આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિતના અનેક લોકો આરોપી છે. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખાને ધ્વસ્ત કરવામાં આવ્યું હતુ. આ મામલે લખનૌની CBI અદાલત પોતાનો ચૂકાદો સંભળાવશે.  આ મામલામાં ભાજપના દિગ્ગજ નેતાઓ આરોપી છે જેથી તમામની નજર આ ચૂકાદા પર છે.49 આરોપીઓ સામે CBIએ ચાર્જશીટ ફાઇલ કરી હતી. 49 આરોપીઓમાંથી 17 લોકોના મૃત્યુ થયા છે.  લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ અને વિનય કટિયાર પણ બાબરી કેસમાં આરોપી છે.વિવાદિત માળખું તોડી પાડવા મામલે કુલ 49 આરોપીના નામ ચાર્જશીટમાં છે. જેમાંથી 17 આરોપીઓના મોત થઈ ચૂક્યાં છે. આ કેસમાં 32 આરોપીઓના નિવેદનો પર ચૂકાદો સંભળાવવામાં આવશે. કોણ-કોણ આરોપી ? લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાક્ષી મહારાજ, મહંત નૃત્ય ગોપાલદાસ, સાધ્વી ઋતંભરા અને ચંપતરાય. ક્યારે શું થયું ? કેસમાં કુલ 49 લોકોને આરોપી ...

Amazon Quiz Answers – 30 September, 2020

Image
1.Arundhati Roy won the Booker prize in 1997 for her debut novel. What was the novel called? The God of Small Things 2.Tour De France is an annual multi-stage event associated with which of these sports? Cycling 3.Which of these is a founder of the popular messaging app ‘Whatsapp’? Jan Koum 4.In 1996, a mammal ..

દિલ્હીની વાત : મોદીએ બુલેટ ટ્રેનને બચાવવા જયશંકરને ઉતાર્યા

Image
નવી દિલ્હી, તા.29 સપ્ટેમ્બર 2020, મંગળવાર નરેન્દ્ર મોદીએ પોતાના અત્યંત મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને બચાવવા માટે વિદેશ મંત્રી જયશંકરને મેદાનમાં ઉતાર્યા છે. જયશંકર ૬૭ ઓક્ટોબરે ક્વેડ બેઠકમાં ભાગ લેવા જાપાન જાય ત્યારે જાપાન સરકાર સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને બચાવવાની ખાસ ચર્ચા કરવાના છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુ.એસ. એ ચાર દેશોનું બનેલું ક્વેડ ગ્રુપ ચીનની વધતી દાદાગીરીને રોકવા માટે સાથે મળીને કામ કરે છે. ભારતમાં સરકારી રાહે કામ ચાલતું હોવાથી બુલેટ ટ્રેનનું કામ ધીમી ગતિએ ચાલે છે તેથી અકળાયેલી જાપાની કંપનીઓએ પ્રોજેક્ટમાંથી ખસી જવાની ચીમકી આપી છે. જયશંકર જાપાનાના વિદેશ પ્રધાન સાથે આ મુદ્દે ચર્ચા કરશે. પીએમઓના સૂત્રોના મતે, જાપાનની કંપનીઓને પડતી તકલીફો દૂર કરવા માટે પીએમઓમાં એક ડેસ્ક ઉભી કરાય અને કંપનીઓ તેની  સાથે સીધો સંપર્ક કરી શકે એ પ્રકારનું માળખું ગોઠવવાની ઓફર મોદીએ કરી છે. જયશંકરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કંપનીઓના પ્રતિનિધીઓ સાથે બેઠકની પણ તૈયારી બતાવી છે કે જેથી તેમનામાં વિશ્વાસનો માહોલ ઉભો કરી શકાય. શાહ ગૂપચૂપ ઓફિસમાં આવીને જતા રહ્યા અમિત શાહે લગભગ મ...

શરમજનક! એક ઓર બળાત્કાર પીડિતા મોતને ભેટી

Image
ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત યુવતીનું દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું. ગત ૧૪ સપ્ટેમ્બરે ૧૯ વર્ષની દલિત યુવતી પોતાના પરિવાર સાથે ખેતરમાં ઘાસ કાપી રહી હતી ત્યારે ચાર નરાધમોએ તેને ઢસડી જઇને તેના પર સામુહિક બળાત્કાર કર્યો. યુવતીએ વિરોધ કરતા તેના પર અનેક યાતનાઓ ગુજારવામાં આવી. એવા રિપોર્ટ પણ છે કે યુવતીની કરોડરજ્જૂ તોડી નાખવામાં આવી અને તે આરોપીઓ વિરુદ્ધ જુબાની ન આપી શકે એ માટે તેની જીભ પણ કાપી નાખવામાં આવી. ગંભીર અવસ્થામાં પીડિતાને અલીગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ તેની તબિયત ઓર બગડતા દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી. યુવતીને બચાવવાના તમામ પ્રયાસો છતાં મંગળવારે સવારે તેનું મૃત્યુ નીપજ્યું. યુવતી સાથેના અમાનવીય અત્યાચારે આખા દેશના લોકોને હલાવી દીધો છે અને લોકો સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો પ્રગટ કરી રહ્યાં છે.  ડિસેમ્બર ૨૦૧૨માં દિલ્હી ખાતે નિર્ભયાનું ઉપનામ પામેલી એક યુવતીની સાથે ચાલુ બસમાં જે ઘૃણિત સામૂહિક બળાત્કારનો બનાવ બન્યો ત્યારે માત્ર દેશ જ નહીં, આખી દુનિયા હચમચી ઉઠી હતી. નિર્ભયાના બનાવ સમયે આખો દેશ એક સાથે આંદોલનમા...

સમાજમાં મીની માઈક્રો ગાંધી શોધી તેમને બિરદાવવાની જરૂર

Image
- ગાંધી વિચારધારાના થોડા અંશો લઇ માનવસેવામાં કાર્યરત થવાની જરૂર રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મજયંતી દર વર્ષે સરકારી રાહે ઊજવીએ છીએ. બીબાંઢાળ એક સરખો કાર્યક્રમ યોજાય ને તેને પૂરો કરી સંતોષ માનીએ ! ગાંધીજી આજે હોત તો ? એવો નિરર્થક પ્રશ્ન બાજુ પર રાખી... આપણે ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઇ ચાલ્યા હોત તો ? એવો પ્રશ્ન પૂછવા જેવો છે. સમાજમાં - આપણી આસપાસ ગુણગ્રાહી દ્રષ્ટિથી જોવામાં આવે તો 'ગાંધી વિચાર ધારા'ના થોડાક પણ અંશો લઇ માનવસેવામાં કાર્યરત થનાર 'મીની-માઈક્રો ગાંધી' આપણને મળે ખરા. તેમને બિરદાવી, બોધ લઈ, આપણે પણ કંઇક કરવા તત્પર થઇએ તો ? ગાંધીજી કહે છે ઃ 'દ્રઢ મનોબળ અને જીવંત મિજાજ ધરાવનારા મનુષ્યોનું નાનકડું જૂથ, કદિ ન શાંત પડે તેવી શ્રધ્ધાના તણખા સાથે મંડી પડે ત્યારે ઇતિહાસ દિશા બદલે છે.' સમાજમાંથી જોવા મળનાર 'મીની-માઈક્રો ગાંધી' વિષેપણ આ શબ્દો લાગુ પડે છે. પરદેશની ફાઈવ સ્ટાર હોટલના નિમણૂંક પત્રનો, માતબર પગારનો ત્યાગ કરી મદ્રાસનો 'વિષ્ણુ' ઘર છોડી ભાગી જનાર દુઃખિયારાનો બેલી થઇ બેઠો. પાગલ અવસ્થામાં ભટકનારને ખવડાવવું, નવડાવવું, કપડાં આપવાં ને શોધ કર...

દિલ્હીના હુલ્લડોની ચાર્જશીટ દેશ વિરોધીએામાં ફફડાટ

Image
વર્ષની શરૂઆતમાં દિલ્હીમાં થયેલા હુલ્લડોમાં પોલીસે કરેલી ચાર્જશીટના કારણે દેશના ડાબેરી ઉદારમત વાળું ટોળું ગુસ્સે ભરાયેલું છે. પહેલાં સીએએ (સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ)નો વિરોધ કરાયો અને પછી અમેરિકાના પ્રમુખની ભારત મુલાકાત દરમ્યાન તોફાન કરાવનાર તત્વો પૈકીના કેટલાક બંને એકજ હતા.એટલેકે તોફાન કરાવીને તે લોકો ભારતની ઇમેજ બગાડવા માંગતા હતા. આ લોકો શરૂઆતમાં એવો આાક્ષેપ કરતા હતા કે સીએએની તરફેણ કરતાં લોકો સામે પોલીસ પગલાં લેતી નથી અને તેમની સામે હળવાશથી રજૂ થાય છે.  ચાર્જશીટમાં નામ આવવાની ખબર પડતાંજ આ લોકોએ કાગારોળ મચાવી દીધી હતી. અમારા નામ ચાર્જશીટમાં ઘૂસાડવા પાછળ કોઇનું ભેજું કામ કરે છે અને અમને ખોટી રીતે ફસાવાયા છે એવી રજૂઆતો થઇ રહી છે. મુસ્લિમ કોમ્યુનિટી પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા કેટલાક લોકો સતત પ્રયાસો કરી રહ્યા છે. દિલ્હીના હુલ્લડોને અનુલક્ષીને કહીએ તો કેટલાક લોકોએ અમેરિકાના પ્રમુખની બે દિવસની ભારત મુલાકાત વખતે ભારતની ઇમેજ બગાડવા તોફાનો માટે વ્યવસ્થિત આયોજન કર્યું હતું. તે સમય દરમ્યાન સીએએનો વિરોધ કરનારાઓેે રાતોરાત જાફરાબાદ ખાતે નવો  ટેન્ટ બાંધીને મોરચો ખોલી નાખ્યો હતો. તે...

ભાજપ પ્રત્યેની બિહારી ખિન્નતા નીતિશ માટે જોખમી

Image
દેશમાં કોરોનાને કારણે કેટલુંક અટકાવી રાખવું અને ક્યાં સુધી ? વેવિશાળ અને વિવાહના કામો પણ ખોરંભે પડી ગયા. હવે સરકારે અને પ્રજાએ એક કડવી વાત સ્વીકારી લીધી છે કે કોરોના તો છે જ. અતિથિ કબ જાઓગે એવું કોરોનાને તો પૂછી શકાતું નથી ! કોરોના પ્રકરણ પૂરું થઈ જાય એની રાહ તો દરેક જીવિત મનુષ્ય જોઈ રહ્યો છે. ભારતનું ચૂંટણી પંચ પણ હવે કોરોનાને કારણે કોઈ ચૂંટણી પ્રક્રિયા અટકાવે એમ નથી. એની પ્રથમ પ્રતીતિ બિહાર છે. તમામ અટકળો બાદ આખરે ચૂંટણી પંચેે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેેરાત કરી દીધી છે. અલબત્ત, પંચેે કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર સંંબંધિત દિશા-નિર્દેેશ પ્રસારિત કરીને એ સ્પષ્ટ કરી દીધું છે કેે તેઓ ચૂંટણી ટાળવા ઈચ્છતાં નથી. આમ છતાં જે પ્રકારેે આ મહામારી ફેલાયેલી છે અને વધુ ફેલાઈ રહી છે, તે જોતાં એવી આશંકા તો વ્યક્ત થઈ જ રહી છે કે ક્યાંક છેેલ્લે છેલ્લે ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લેવો ન પડેે ! અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની સમાંતર યોજાનારી આ ચૂંટણી કોરોનાકાલીન દુનિયાની બે સૌથી મોટી ચૂંટણી કવાયતોમાંની એક હશે. ચાલુ મહામારીના આંકડા પર ધ્યાન આપવામાં આવે તો ખ્યાલ આવે કેે બિહારમા...