કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો, 24 કલાકમાં 6,387 નવા કેસ સામે આવ્યા


નવી દિલ્હી, તા. 27 મે 2020 બુધવાર

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમા કોરોનાના 6,387 નવા કેસ સામે આવ્યા છે. જે બાદ ભારતમાં કોરોના વાઈરસ સંક્રમિતોની અત્યાર સુધી કુલ સંખ્યા 1 લાખ 51 હજારને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના અત્યાર સુધી કુલ 15,1,767 કેસ નોંધાયા છે. આ દરમિયાન 170 લોકોના મોત બાદ દેશમાં મોતનો આંકડો વધીને 4,337 પહોંચી ગયો છે.

દેશમાં હાલ 83,0,04 એક્ટિવ કેસ છે એટલે કે આની સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે કોરોનાના અત્યાર સુધી 64426 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 42.45 ટકા છે.


દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્રની પરિસ્થિતિ ખરાબ છે. અહીં કોરોના દર્દીઓની સંખ્યા 52 હજારથી પણ વધારે થઈ ગઈ છે. 24 કલાકમાં 60ના મોતની સાથે મૃતકોની સંખ્યા 1,695 થઈ ગઈ છે. રાજ્યમાં ગત એક અઠવાડિયાથી દરેક દિવસે બે હજાર નવા કેસ નોંધાયા છે.


જે બાદ બીજા નંબરે તમિલનાડુનો છે જ્યાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસ 17,082 નોંધાયા છે. તમિલનાડુમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 805 નવા કેસ સામે આવ્યા છે અને 7 નવા મોત બાદ મૃતકોની સંખ્યા 118 પહોંચી ગઈ છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન