ભારતનો ગ્રોથ રેટ માઈનસ પાંચ ટકા રહેશે, રેટિંગ એજન્સી ફીચનુ અનુમાન

નવી દિલ્હી, તા. 27 મે 2020, બુધવાર

કોરોના સામે ઝઝૂમી રહેલા ભારત માટે આર્થિક મોરચે એક વધુ માઠા સમાચાર આવ્યા છે.

રેટિંગ એજન્સી ફીચે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટનુ અનુમાન વધુ ઘટાડ્યુ છે. ફીચનુ કહેવુ છે કે, 2020-21ના વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર માઈનસ પાંચ રહેશે.

આ પહેલા એપ્રિલમાં ફીચે ભારતનો ગ્રોથ રેટ 0.8 ટકા રહેવાની આગાહી કરી હતી. જોકે હવે તેમાં ફીચે બદલાવ કરીને કહ્યુ છે કે, ભારતનુ લોકડાઉન બહુ લાંબુ ચાલ્યુ છે. આખી દુનિયામાં સૌથી વધારે કાપ ભારતના અર્થતંત્રના વિકાસ દર પર જ મુકવામાં આવ્યો છે.

જોકે ફીચનુ કહેવુ છે કે, 2021-22માં ભારતનો ગ્રોથ રેટ ઉછળીને 9.5 ટકા સુધી પહોંચી શકે છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન