મોદી સરકાર નાઝીવાદી છે, ઈમરાને નેપાળ-ચીનના બહાને ફરી ભારત સામે ઝેર ઓક્યુ

નવી દિલ્હી, તા. 27 મે 2020, બુધવાર

ચીન અને નેપાળ સાથે ભારતના સરહદી વિવાદના નામે પાકિસ્તાની પીએમ ઈમરાનખાને ફરી ભારત અને મોદી સરકાર સામે ઝેર ઓક્યુ છે.

પાકિસ્તાનનો ભારત વિરોધી દુષ્પ્રચાર ચાલુ જ છે. ઈમરાનખાને કહ્યુ હતુ કે, મોદી સરકારની અભિમાની વિસ્તારવાદી નીતિ નાઝી વિચારધારા સમાન છે. ભારત પાડોશીઓ માટે ખતરો બની રહ્યુ છે. નાગરિકતા કાનૂન લાગુ કરીને ભારતે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને પણ ધમકીઓ આપી છે.

ઈમરખાને કહ્યુ હતુ કે, ફાસીવાદી મોદી સરકાર ભારતમાં લઘુમતીઓને બીજા દરજ્જાના નાગરિક ગણે છે અને આ સરકાર એશિયાઈ ઉપખંડની શાંતિ માટે પણ ખતરો છે.

ઈમરાનને ભારત સામે બોલવાની જાણે આદત પડી ચુકી છે. આ પહેલા પણ ઈમરાને આરોપ લગાવ્યો હતો કે, કાશ્મીરના લોકો સાથે ભારત સરકાર અમાનવીય વર્તાવ કરી રહી છે. કાશ્મીરીઓે દબાવવામાં આવી રહ્યા છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન