મહારાષ્ટ્ર સરકાર પર સંકટ? શરદ પવારની ગર્વનર સાથે મુલાકાત, રાજકીય મોરચે ગરમાવો
મુંબઇ, તા.26 મે 2020, મંગળવાર
મહારાષ્ટ્રમાં બનેલી શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સરકાર પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા હોવાની ચર્ચા રાજકીય ગલિયારાઓમાં શરુ થઈ છે.
ખાસ કરીને એનસીપી પ્રમુખ શરદ પવારે અઅને એ પછી ભાજપના નેતા નારાયણ રાણે ગર્વનર સાથે કરેલી અલગ અલગ મુલાકાત બાદ રાજકીય પારો ઉંચો ચઢી રહ્યો છે. રાજ્યમાં એક તરફ કોરોનાના કહેર છે ત્યારે ભાજપે હવે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે.
બીજી તરફ કોંગ્રેસનુ કહેવુ છે કે, ભાજપને સત્તા વગર ચાલી રહ્યુ નથી. ભાજપે તો રાજ્યમાં આર્મી બોલાવવાની પણ માંગ કરી છે. ભાજપના નેતા નારાયણ રાણેએ કહ્યુ હતુ કે, આ સરકારમાં કોરોનાનો સામનો કરવાની ક્ષમતા નથી.લોકો મરી રહયા છે. રાજ્યના હોસ્પિટલની હાલત ખરાબ છે.
શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે અટકળોને ફગાવતા કહ્યુ છે કે, સરકાર મજબૂત છે અને ચિંતાની કોઈ વાત નથી.શરદ પવાર અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે ગઈકાલે સાંજે જ દોઢ કલાક ચર્ચા થઈ છે.
બીજી તરફ એનસીપીએ કહ્યુ હતુ કે, શરદ પવારે રાજ્યપાલના આમંત્રણ પર ગર્વનર સાથે મુલાકાત કરી હતી અ્ને આ વાતમાં કોઈ રાજકીય મુદ્દો સામેલ નહોતો.
Comments
Post a Comment