ડ્રગ્સ મામલામાં દિપિકાએ કબૂલ્યુ, વિવાદિત વોટસએપ ગ્રૂપની એડમિન હું જ છું


મુંબઈ, તા. 26. સપ્ટેમ્બર, 2020 શનિવાર

બોલીવૂડમાં ડ્રગ્સના ઉપયોગ અંગેના મામલામાં એવા અહેવાલ સામે આવ્યા છે કે, દિપિકા પાદુકોણે એનસીબી સમક્ષ સ્વીકાર્યુ છે કે, જે વોટસએપ ચેટને લઈને વિવાદ છે તે ગ્રૂપની એડમિન તે પોતે હતી.

ઉલ્લેખનીય છે કે, આ ચેટમાં દિપિકાએ કરિશ્મા સાથે ડ્રગ્સના મામલામાં વાત કરી હતી અને દિપિકાનુ એ વાક્ય વાયરલ થયુ છે જેમાં તેણે ચેટ દરમિયાન લખ્યુ હતુ કે, માલ હૈ ક્યા...

હાલમાં એનસીબી દ્વારા દિપિકા અને તેની મેનેજર કરિશ્માને આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી રહી છે.સૂત્રોનુ કહેવુ છે કે, પૂછપરછનો સામનો કરવા માટે દિપિકા અને તેની મેનેજરે તૈયારી પણ કરી હોવાનુ લાગી રહ્યુ છે.જોકે આ પૂછફરછ દરમિયાન હજી પણ વધારે ઘટસ્ફોટ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દિપિકાએ બનાવેલા વોટસએપ ગ્રૂપની ચેટ લીક થયા બાદ એનસીબીએ મોકલેલા સમન્સના પગલે દિપિકાને ગોવાથી તાત્કાલિક શૂટિંગ છોડીને મુંબઈ આવવાની ફરજ પડી હતી.હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન